સ્વાસ્થ્ય માટે મધનું સેવન હિતાવહ છે. મધ સાચું અને શુઘ્ઘ હોય તો જ મધની સારી અસર આપણા સ્વાસ્થ્યમાં થતી હોય છે. બજારમાં એટલી બધી બ્રાન્ડના મધ મળે છે જેના લીધે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છે કે કયું સારુ હશે અને કયુ ખરાબ. આજે આપણે જાણીએ મધ સાચું છે કે ખોટું કેવી રીતે ખબર પડે.
1. પાણીમાં મેળવીને ટેસ્ટ
આ ટેસ્ટ માટે કાચનો એક ગ્લાસ લઈને તેમાં એક ચમચી મધ નાંખો. જો મધ શુધ્ધ હશે તો પાણીની નીચે બેસી જશે પરંતુ ભેળસેળવાળું હશે તો પાણીમાં એકરસ થઈ જશે.
2. માખી જણાવશે કયું મધ સાચું
જો એમાં પડેલી માખી બહાર નીકળી આવે અને થોડીવારમાં ઉડી શકે તો એ સાચું મધ. જો માખી તેમાં ફસાઈ જાય તો મધ શુધ્ધ નથી.
.ગ્લાસની પ્લેટથી મધનો ટેસ્ટ
ગ્લાસની પ્લેટ પર જો તેનું ટપકું પાડતા ફેલાઈ જાય તો તે અશુધ્ધ મધ કહેવાય અને જો તે થોડું જ લાંબુ થાય તો તે શુધ્ધ મધ કહેવાય છે.
4.ઠંડામાં શુધ્ધ મધનો ટેસ્ટ
શુધ્ધ મધ ઠંડામાં જામી જાય છે અને ગરમીમાં પીગળી જાય છે. જ્યારે ભેળસેળવાળું મધ દરેક સમયે એકજ જેવું રહે છે.
5.રુની વાટ દ્વારા
મધમાં રુની વાટ પલાળી એને સળગાવવાથી અવાજ વગર બળે તો પણ એ સાચું મધ હોઈ શકે.
6.સફેદ કપડા દ્વારા પહેચાન
એક સફેદ કપડુ લો. આ કપડા પર થોડું મધ લો. થોડ સમય બાદ પાણીથી સાફ કરો. જો મધ શુધ્ધ હશે તો તેનો ડાઘો કપડા પર નહીં પડે અને અશુધ્ધ હશે તો મધનો ડાધો પડશે.