13 June 2015

ડેંડ્રફ...દૂર થશે, અનુસરો આ ટીપ્સને...



આજે મોટાભાગના લોકોને વાળમાં ડેંડ્રફ(ખોડા)ની સમસ્યા છે. આજે મોટી સંખ્યામાં લોકો તેનાથી પરેશાન હોય છે. તેને દૂર કરવા માટે અનેક પ્રયત્ન પણ કરવામાં આવતા હોય છે પરંતુ તેમ છતાં લાંબા સમય સુધી સફળતા હાથ નથી લાગતી. શેમ્પુ, તેલ, હેર મોશ્ચ્યુરાઇઝર વગેરેથી તો ડેંડ્રફ ત્યાં સુધી જ દૂર રહેશે જ્યાં સુધી તેનો તમે ઉપયોગ કરશો. ત્યારબાદ તમે તેનો ઉપયોગ બંધ કરી દેશો તો ડેંડ્રફ પાછો થઈ જશે.
ડેંડ્રફ આપણા માથાની ચામડીમાં સ્થિત મૃત કોશિકાઓને કારણે પેદા થાય છે. તેની સાથે વાળને લગતી સમસ્યાઓ હોય તો પણ ડેંડ્રફ થઈ જાય છે. આ કારણે જ માથામાં ખંજવાળ આવે છે અને વાળ ખરવા લાગે છે. તેનાથી છૂટકારો મેળવવા કેટલીક ઘરેલું ટિપ્સ અજમાવો...
-નારિયળના તેલમાં કપૂર મેળવી અને આ તેલ સારી રીતે વાળમાં તથા માથામાં લગાવો. કેટલાક દિવસોમાં ડેંડ્રફની સમસ્યામંથી રાહત મળશે.
-લીંબુના રસને વાળમાં લગાવી, થોડા સમય પછી તેને ધોઈ નાંખો.
-લીંબુનો રસ નારિયળના તેલમાં મેળવી લગાવો.
-દહીંથી માથું ધુઓ, તેનાથી ડેંડ્રફમાંથી છૂટકારો મળશે.