29 June 2015

જોવાલાયક ધામ

કબીરવડ :💍

શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયુંજેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ થડ શોધવું મુશ્કે્લ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.

🈴રાજપીપળા :🈴

રજવાડાની રાજધાનીનું શહેર છે. અહીંનો હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે. આ સ્થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મોનાં શુટિંગનું સ્થાન બની ગયું છે.

🚺અંકલેશ્વર🚺

 :ભરૂચથી 12 કિમી દક્ષિણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણીતું છે. ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છે. અહીંથી નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.

⭕ભાડભૂત⭕

 :ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા આ ધાર્મિક સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.

🕦કરજણ 🕗

:રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.

🔶બોચાસણ :🔶

અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડુંમથક બોચારણ બોરસદ – તારાપુર માર્ગ પર આવેલું છે.

🔵ડાકોર :🔵

નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આવેલું ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્ણુભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ જગન્નાપથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધાવ્યું હતું તેવા લેખ મળે છે. આ મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિખરો છે. નિજમંદિરમાં બિરાજતી મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કાળા કસોટી પથ્થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનું મનાય છે.

🔴ગળતેશ્વર🔴

 :ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું સોલંકીયુગનું આ શિવાલય જોવા જેવું છે. મહી અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક સ્થકળ બન્યું છે.

🔱કપડવંજ :🔱

કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે.અહીંની કુંકાવાવ જાણીતી છે. કપડવંજના કીર્તિસ્તંભ (તોરણ) પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાંઅકબંધ ઊભાં છે.

🔘ઉત્કંઠેશ્વર🔘

 :કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનું શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગોખ છે. તેમાં શ્રી જગદંબાનું સ્થાંનક છે. અહીં વિવિધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.

◾શામળાજી ◾

:સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ચે મેશ્વો નદીના કિનારે આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છે. અહીં ચતુર્ભુજ વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્થળ ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ થાય છ

◼ે.ઈડર ◼

:હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છે. એક વાર આ ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એવી લોકોક્તિ પ્રચલિત થઈ

🌚.ખેડબ્રહ્મા 🌚

:હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલુંછે. નજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે ઓળખાતા આશ્રમની નજીક હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે.

🌞મહેસાણા :🌞

મહેસાણાની ભેંસો વખણાય છે અને અહીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી છે. અમદાવાદ – દિલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયો છે.

🌊પાટણ🌊

 :સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાનીહતું. પાટણ એટલે ‘પતન – શહેર‘. આનુંમૂળ નામ અણહિલપુર પાટણ હતું. લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયેલ સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો પરથી તેની વિશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્થાપત્યની ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે. પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800 – 1000 પુરાણા અલભ્ય ગ્રંથો સચવાયા છે.

🌈સિદ્ધપુર🌈

 :માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્વ્તી નદીને કિનારેઆવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્યાતિ તેના રુદ્રમહાલયને કારણેછે. જેના 1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવુંથોડુંક બચ્યું છે. સિદ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે.

🌁તારંગા 🌁

:મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવેલું જૈનોનું આ યાત્રાધામ 1200 ફૂટ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર આવેલું છે.

⛄મોઢેરા ⛄

:ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક (ઓરિસ્સા*)માં અનેબીજું મોઢેરામાં. પુષ્પાવતી નદીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે.

🌀વડનગર 🌀

:મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના તોરણો શિલ્પકળા અને વાસ્તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં વિખ્યા3ત છે. દીપક રાગગાયા પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ છેડીને કર્યું હતું.

❄બાલારામ ❄

:બનાસકાંઠા જિલ્લાનું આ એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે ટેકરી પર આવેલું છે

☔.અંબાજી :☔

ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીંની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખ, ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનું પણ બજાર છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની નજીક આવેલો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.

⚡ભુજ ⚡

:કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું નગર છે. સીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને હવાઈ મથક વગેરે અહીં વિકસ્યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે આયનામહલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહેર. કચ્છની કલાનું શિખર એટલે આયના મહલ.

☁અંજાર :☁

ભુજથી પૂર્વ-દક્ષિણે આવેલું અંજાર પાણીદાર છરી-ચપ્પાં , સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવતથા જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખર) ફેબ્રુઆરીથીજૂન સુધીમાં જોઈ શકાય છે.

⛅ધીણોધરનો ડુંગર⛅

 :ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાનમઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે

☀.વેમુ ☀

:કચ્છ ના મોટા રણની દક્ષિણ સરહદે એક નાનું ગામ છે. છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છ

🌘🌐નારાયણ સરોવર :ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે.

🌖મુંદ્રા🌖

 :મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છનાલીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છ

🌝ે.માંડવી🌝

 :ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે.

🌱🌼ધોળાવીરા🌼

 :ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું.

🌴કંડલા🌴

 :કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.

🌱વઢવાણ 🌱

:વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્દ્ર નગરની વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી રાણકદેવીની દેરીપ્રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.

🌳ચોટીલા :🌳

ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે.

🌵તરણેતર :🌵

તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છે. રાજકોટથી ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.

🍄ગાંધીનગર 🍄

:સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર બન્યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્યું. વિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છે. શહેરમાં સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં છે.ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. અક્ષરધામ. ભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં સર્જાયેલું આ સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે.છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે

🍃.અડાલજ🍂

 :ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.

🌲લોથલ 🌲

:અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.

🌾ધોળકા :🌾

લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્યાંથી દક્ષિણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે.

🌿નળ સરોવર :🌿

અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ સરોવરઆશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરાવેછે. વચમાં આશરે 350 જેટલા નાના બેટ છે. નળ સરોવરનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે, કારણ કેશિયાળા દરમિયાન દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે છે.


🍁અમદાવાદ 🍁

:સાબરમતીના કિનારે આશાવલ અને કર્ણાવતી નામનાં બે નગરો હતાં. ત્યારથી શરૂ થઈને અર્વાચીન અમદાવાદ સુધીનો એક રાજકીય અને સાંસ્કૃંતિક ઈતિહાસ છે. સને 1411ના એપ્રિલ માસની પહેલી તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ મૂકીશહેરનું નિર્માણ શરૂ કર્યું. અમદાવાદમાં બે કિલ્લા છે : ભદ્રનો અને ગાયકવાડની હવેલીનો. ત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે વિશાળ જામા મસ્જિદ આવેલી છેજે સને 1423 માં બંધાયેલી. આ સિવાય ઝકરિયા મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ પણ પ્રખ્યાત છે.સને 1572 માં બંધાયેલી સીદી સૈયદની જાળીઓ વિશ્વવિખ્યા્ત છે. કુતુબુદ્દીન હૌજે કુતુબ તળાવ 1451 માં બંધાવેલું જે આજે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવો લગભગ 2 કિમી જેટલોછે તથા વ્યા્સ 650 મીટર છે. વચમાંઆવેલી નગીનાવાડી તેની સુંદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીવિદ્દ રૂબીન ડેવિડના પ્રયાસોથી કાંકરિયાની આસપાસની ટેકરીઓ પર વિકસેલા બાળક્રીડાંગણ, પ્રાણીસંગ્રહ, જળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ ગણાય છે. સને 1450 માં સીદી બશીરની મસ્જિદના ઝૂલતા મિનારાઓની રચના થઈ.1850માં દિલ્લી દરવાજા બહાર પ્રેમચંદ સલાટે સફેદ આરસનું હઠીસિંગનું જિનાલય રચ્યું. બીજાં ધર્મસ્થાનોમાં પાંડુરંગ આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિર, ચિન્મય મિશન,હરેકૃષ્ણા સંપ્રદાયનું ઇસ્કોન મંદિર અને સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠ છે.નૃત્યક્ષેત્રે શ્રીમતી મૃણાલિની સારાભાઈની દર્પણ સંસ્થા અને કુમુદિની લાખિયાની કદંબ સંસ્થાકામ કરી રહી છે. સ્થાપત્ય શિક્ષણક્ષેત્રે સ્કૂલ ઓફ આર્કિટેકચર, કલાનો રોજિંદા જીવન સાથે સંદર્ભ રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના શિક્ષણ માટેની આઈ. આઈ. એમ. ભારતભરની બેનમૂન સંસ્થાઓ છે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ સ્વતંત્ર વિદ્યાપીઠ તરીકે ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપી રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઔદ્યોગિક સંશોધન માટેની અટિરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્થાઓની નામના દેશ-વિદેશમાંછે. સરખેજ નજીક વિશાલા એક વિશિષ્ટ પ્રકારનું નાસ્તા ગૃહ છે. જેમાં ગામડાનું વાતાવરણ ઊભુંકરવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના વાસણોનો સંગ્રહ છે.સને 1915માં રાષ્ટ્રટપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કાંઠે ‘સત્યાગ્રહ આશ્રમ‘ની સ્થાપના કરી હતી. અહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન હ્રદયકુંજ આવેલું છે

🌻.મોરબી🌹

 :મચ્છુ નદીને કિનારે મોરબી વસ્યું છે. શિલ્પયુક્ત મણિમંદિર કળાનો ઉત્કૃઊષ્ટ્ નમૂનો છે. મોરબીમાં ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ વિકસ્યા છે.નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદજીનું જન્મ સ્થાન છે.

🌹વાંકાનેર :🌹

રાજકોટથી 38 કિમી દૂર વાંકાનેરમાં મહારાજાનો મહેલ દર્શનીય છે. મહારાજાના વિશિષ્ટ શોખની યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં મોડલો (વિન્ટેજ કારો)નોમોટો સંગ્રહ પણ છે. પોટરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે

🍀.રાજકોટ :🍀

રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કુંવર વિભોજી જાડેજા નામના રાજપૂત સરદારે કરી. અહીંની રાજકુમાર કોલેજ જાણીતી શિક્ષણ સંસ્થા છે. મહાત્મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્થાંન કબા ગાંધીનો ડેલો, વોટ્સન સંગ્રહાલય ખ્યાંતનામ છે.

💿ગોંડલ 💿

:રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોને લીધે જાણીતું છે. ગોંડલગોંડલી નદીના કિનારે વસેલું છે.

💮વીરપુર 💮

:રાજકોટથી દક્ષિણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્થાનકને કારણે ખ્યાતનામ બન્યું છે.

💢જામનગર💢

 :સને 1540 માં જામ રાવળે કચ્છ છોડીને જામનગર શહેર વસાવેલું. શહેર વચ્ચે્ના રણમલ તળાવમાં આવેલો લાખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક છે. સૌરાષ્ટ્રેનું પેરિસ કહેવાતું જામનગર એક વખત છોટે કાશી તરીકે પણ ઓળખાતું. આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ ફાર્મસીનું રૂપ ધારણ કર્યું છે. શહેરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી અને સૌર– ચિકિત્સા માટેનું સોલેરિયમ પ્રખ્યાત છે. અહીંનું સ્મશાન માણેકબાઈ મુક્તિધામ અનોખું છે. રણમલ તળાવની અગ્નિ દિશાએ બાલા હનુમાન મંદિર છે. જેનું નામ ‘ગિનેસ બુક‘માં નોંધાયું છે, કારણ કે 1 ઓગષ્ટં 1964 થી શરૂ થયેલ શ્રી રામ… અખંડ ધુન નિરંતર ચાલુ રહી છે. જામનગરની એક તરફ બંધ બાંધીને બનાવેલું રણજીતસાગર છે તો બીજી બાજુ બેડી બંદર છે. બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્વનું મથક છે. નજીકના બાલાછડીમાં સૈનિકશાળા છે. દરિયામાં 22 કિમી દૂર પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટાપુઓ તરીકે ઓળખાય છે. આ ટાપુઓની આસપાસનો 170 ચો કિમી વિસ્તાર ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન‘ જાહેર કરાયો છે

🎈.દ્વારકા 🎈

:દ્વારકા હિન્દુંઓનાં ચાર યાત્રાધામો પૈકીનું એક છે. દ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. પાંચ માળનું વિશાળ મંદિર 60 સ્તંભો પરઊભું છે. નજીકમાં જ શ્રીમદ શંકરાચાર્યનું શારદાપીઠ આવેલું છે. દ્વારકાથી 32 કિમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. જામનગર અને દ્વારકા વચ્ચેં મીઠાપુરમાં ટાટા કેમિકલનું મીઠાનું કારખાનું છે.

🔥પોરબંદર :🔥

સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. આને સુદામાપુરી પણ કહે છે. અહીં મોટી સંખ્યામાં ‘સીદ્દી‘ જાતિના લોકો વસ્યા છે, જેઓનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છે. અહીંનાજોવાલાયક સ્થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતું કીર્તિમંદિર, સુદામામંદિર, નેહરુ ૫લેનેટોરિયમ, ભારત મંદિર તથા સમુદ્રતટ વગેરે ગણાવી શકાય.

💎અહમદપુર – માંડવી 💎:દરિયાકિનારે આવેલું નયનરમ્ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું સ્થટળછે.

🌸જૂનાગઢ🌸

 :ગિરનારની છાયામાં વિસ્તરરેલું નગર જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાય છે. હડપ્પાઓની સંસ્કૃતિ પહેલાંના અવશેષો અહીંથી મળી આવ્યા છે. ગિરનાર જવાના રસ્તે અશોકે કોતરાવેલ શિલાલેખ છે.

💥ગિરનાર 💥

:ગિરનાર પર્વતની 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે દસ હજારપગથિયાં ચડવાં પડે છે. ગિરનાર મુખ્યત્વે જૈન તીર્થધામ છે. ગિરનાર રૈવતાચલના નામે પણ ઓળખાય છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છે. છેક ટોચે અંબાજીનું મંદિર છે.

🌏સાસણગીર 🌏

:ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીનાદક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિસ્તારેલું સાસણગીરનું જંગલ સિંહોના અભયારણ્ય તરીકે પ્રખ્યાત છે. વનસ્પ્તિશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છે. ગીરનાં બીજાં નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીંગડાંવાળી ભેંસ.

🍁તુલસીશ્યાસમ🍁

 :ગિર પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે સાત કુંડ છે. તેનું પાણી 70થી 80 C જેટલું ગરમ રહે છે.

🎋ચોરવાડ 🎋

:ભૂતકાળમાં ચાંચિયાઓ માટેના સ્થળચોરવાડનું મૂળ નામ ચારુવાડી છે. આ સ્થળ નારિયેળ, નાગરવેલનાં પાન અને સોપારી માટે પ્રસિદ્ધ છે. જૂનાગઢના નવાબો માટે આ ઉનાળાનો મુકામ હતો. નવાબનો ગ્રીષ્મ મહેલ આજે હોલીડે-હોમમાં ફેરવાઈ ગયો છે.

📺સોમનાથ 📺

:સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. વેરાવળથી 5 કિમી દૂર દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છે. સને 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. સને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી.મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણને પારધીએ તીર માર્યુંહતું તે ભાલકાતીર્થ છે.

📢લાઠી 📢

:અમરેલીનું લાઠી ગામ રાજવી કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.

🎋ભાવનગર 🌟:ભાવનગરની સ્થાપના મહારાજ ભાવસિંહજી પહેલાએ 1723 માં વડવા ગામ નજીક કરી. બુનિયાદી શિક્ષણ માટે દક્ષિણામૂર્તિ સંસ્થાની શરૂઆત અહીં થઈ. ગાંધી સ્મૃતિ, બાર્ટન લાઇબ્રેરી, બહેરા – મૂંગાશાળા, લોકમિલાપ, સોલ્ટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર વગેરે જાણીતાં છે.

🌟ગઢડા🌟

 :ભાવનગરથી ઉત્તર – પશ્ચિમે આવેલું ગઢડા સ્વાસમીનારાયણ સંપ્રદાયનું મહત્વનું ધામ છે

.🌷પાલિતાણા 🌷

:પાલિતાણા પાસેના 503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108મોટાં દેરાસર અને 872 નાની દેરીઓવિશ્વ પ્રસિદ્ધ છે. આ પર્વતને પુંડરિક ગિરિ પણ કહે છે. અગિયારમાં સૈકાનાં આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે. શેત્રુંજ્ય ચડતાં જમણી બાજુએ આધુનિક યુગમાં બંધાયેલું સમવસરણમંદિર આવેલું છે.



🌺વેળાવદર 🌺

:અમદાવાદ-ભાવનગર રસ્તાં ઉપર વલભીપુર નજીક 8 ચો કિમી વિસ્તારમાં વેળાવદરનો દુનિયાનો સૌથી મોટો કાળીયાર રાષ્ટ્રીય પાર્ક આવેલો છે.