31 July 2015

ગુરૂના ગુરૂત્વને લગતો એક શ્રેષ્ઠ પ્રેરક પ્રસંગ છે


એક ગુરૂ અને શિષ્ય તિર્થાાટન માટે જતાં હતાં.ચાલતાં ચાલતાં સાંજ થઇ ગઇ અને બંને એક વૃક્ષ નીચે આરામ કરવા માટે રોકાઇ ગયાં.ગુરૂજી રાત્રે માત્ર ત્રણ-ચાર કલાક ઉંઘતા હતાં અને તેથી તેમની ઉંઘ પણ ઝડપથી પુરી થઇ જતી.તે શિષ્યને જગાડ્યા વગર દૈનિક ક્રિયાઓ પતાવીને પૂજા પાઠમાં વ્યસ્ત થઇ ગયાં.તે દરમિયાન તેમણે એક ઝેરી સાપને પોતાના શિષ્ય તરફ જતો જોયો.ગુરૂજીને પશુ- પક્ષીઓની ભાષા આવડતી હતી તેથી તેમણે સર્પને પ્રશ્ન કર્યો કે, 'ઊંઘી રહેલા મારા શિષ્યને કરડવાની ઇચ્છા છે કે શું?. 'સર્પે તરત જ જવાબ આપ્યો કે, ''મહાત્મા તમારા આ શિષ્યએ પૂર્વજન્મમાં મારી હત્યા કરી હતી.મારે તેનો બદલો લેવો છે.અકાળ મૃત્યુના કારણે મને સર્પયોનિમાં જન્મ મળ્યો.હું તમારા શિષ્યને ડંખ મારીને અકાળ મૃત્યુ પામીશ.''

થોડીવાર વિચાર કરીને ગુરૂજી બોલ્યા,''મારો શિષ્ય અત્યંત સદાચારી અને બુદ્ધિમાન હોવાની સાથે એક સારો સાધક પણ છે.જો તું  તેને મારીને દુનિયાને તેની ક્ષમતા અને પ્રતિભાથી દૂર રાખીશ તો તને આ યોનિમાંથી પણ મુક્તિ મળશે નહિ.''

જો કે સાપ કોઇ પણ રીતે માન્યો નહિ ત્યારે ગુરૂજીએ તેની સામે એક નવો પ્રસ્તાવ રજુ કર્યો.''મારા શિષ્યની સાધના અધૂરી છે.તેણે હજુ આ ક્ષેત્રમાં ઘણું કરવાનું બાકી છે,જ્યારે મારા કામ પૂરા થઇ ગયા છે.મારા મત્યુથી કોઇને નુકસાન નહિ થાય.જેથી તેની જગ્યાએ મને ડંખ માર.''

ગુરૂનો આસ્નેહ જોઇને સાપનું હ્રદય પરિવર્તન થઇ ગયું અને તે તેમને પ્રણામ કરીને જતો રહ્યો.

હકીકતમાં ગુરૂની ગુરૂતા શિષ્યને જ્ઞાન આપવામાં નહિ પણ પૂર્ણ પરિપક્વ થાય ત્યા સુધી તેનુ રક્ષણ કરવામાં છે.
Thanks - Aashishbhai.