15 October 2015

ગરીબ લોકો સાથે બને ત્યાં સુધી બારગેઇનીંગ ના કરવું.

મિત્રો જકાતનાકા રાજહંસ ફ્લેટ પાસે ગમ્મે તેવા આકરા તડકા માં પણ આ યુવાન વર્ષો થી રોજ ફોર વ્હિલ ની સનલાઈટ પ્રોટેક્શન શીટ વેચે છે. હું તેને ત્યાં દરરોજ જોવ છુ અને મેં એકવાર એને પૂછ્યું પણ ખરું કે કેટલા વેચાય છે રોજના?? ક્યારેક વેચાય અને ક્યારેક નહિ છતા પણ કોઈદિવસ હાર માની ને એ ના આવ્યો હોઈ એવું બન્યું નથી.

એ 200 રૂપિયા ની 4 શીટ આપે છે. હું ખાલી એટલું જ કહેવા માંગું છુ કે પુરેપુરી મહેનત અને ખુદદારી થી જો આ યુવાન આટલી મહેનત કરતો હોઈ તો એને આપણે મફત કાઈ આપી ને નહિ પણ કમ સે કમ એની સાથે બારગેઇનીંગ ના કરીને એની મદદ કરી શકાય.

મેં એની સાથે બારગેઇનીંગ કરી તો એણે છેલ્લે 50 રૂપિયા સુધી ઓછા કર્યા પણ છતા મેં ખુશી થી 200 આપ્યા. શું મારા આ વધારા ના 50 ખોટી જગ્યા એ ગયા?

તમે કેળા ની લારી પર જાઓ અને 20 રૂપિયા ના 8 કેળા આપે તો તમે બારગેઇનીંગ કરી 10 કેળા લ્યો તો શું એ વધારા ના ૨ કેળા મળ્યા એમાં જ ખુશી થશે?

શું તમે ડોમિનોઝ માં જઈ ને એમ કહી શકો છો કે આ 500 રૂપિયા વાળો પિત્ઝા મને 400 માં આપો તો લઈશ...

શું તમે મુવી જોવા જાવ ત્યાં કહી શકો છો કે આ 150 વાળી ટીકીટ ના 120 હોઈ તો બોલો....

શું તમે હોટેલ માં કઈ શકવાના છો કે ૧૩0 વાળી સબજી જો 100 માં આપો તો જ જમું??

તો શા માટે આ ગરીબ લોકો પાસે જ બારગેઇનીંગ કરવું?

કોઈ એવું પણ આર્ગ્યુમેન્ટ કરશે કે એ ગરીબ છે પણ લુટે છે....તો શું પિત્ઝા વાળા કે થીયેટર માં કે મોબાઈલ કંપની વાળા નથી લુટતા?

આ ગરીબ લોકો આ પૈસા માંથી કોઈ બંગલો નથી બનવાનો...

ઇન શોર્ટ મારું એટલું કહેવું છે કે નાની નાની રેકડી ચલાવતા ગરીબ લોકો સાથે બને ત્યાં સુધી બારગેઇનીંગ ના કરવું એમ કરીને તમે કોઈ ની મહેનત ને પ્રોત્સાહિત કરી એમ માનવું...તમે શું કર્યું એ બીજું કોઈ જુવે કે ના જુવે ઉપર બેઠેલો ઈશ્વર જુવે છે...

ઘણાબધા મિત્રો એ આ પોસ્ટ શેર કરી છે એનો આનંદ થયો.