20 October 2015

લેપટોપમાં જ હોટસ્પોટ બનાવી તેના દ્વારા મોબાઈલમાં ઈન્ટરનેટ યૂઝ કરી શકાય

તમને હંમેશા પ્રશ્ન થતો હશે કે તમારા સ્માર્ટફોનના વાઈ-ફાઈ હૉટસ્પોટથી લેપટોપ પર તો ઈન્ટરનેટ ચાલે છે. પરંતુ શું લેપટોપમાં જ હોટસ્પોટ બનાવી તેના દ્વારા મોબાઈલમાં ઈન્ટરનેટ યૂઝ કરી શકાય? ચાલો અમે આજે જણાવીએ છીએ કે કઈ રીતે લેપટોપ દ્વારા મોબાઈલમાં ઈન્ટરનેટ ચલાવવું.

મેક યુઝર્સ માટે તો તે ખૂબ જ સરળ છે, કારણકે ઓએસ એક્સમાં થોડા ક્લિક્સથી જ લેપટોપને વાઈફાઈ હોટસ્પોટ બનાવવાના ઓપ્શન છે, પરંતુ વિન્ડોઝમાં તેમ કરવામાં થોડી સમસ્યા આવે છે. બિલ્ટ ઈન ઓપ્શન્સથી મોટાભાગે આપની સમસ્યા સોલ્વ નથી થતી. જોકે, તમારે પરેશાન થવાની જરૂર નથી. તે ખૂબ જ સરળ છે. બસ, તમારા લેપટોપમાં વાઈ-ફાઈ હોવું જોઈએ.

જો તમારી પાસે વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 કે પછી વિન્ડોઝ 8.1 હોય તો તમે કેટલીક એવી થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરી શકો છો, જે તમારા લેપટોપને વાઈ-ફાઈ હૉટસ્પોટમાં પરિવર્તિત કરી શકે છે.

આમ તો તમને એવી કેટલીક એપ્સ મળી શકે છે, પરંતુ કનેક્ટિફાઈ અને વર્ચ્યુઅલ રાઉટર પ્લસ કામની એપ્લિકેશન્સ છે. વર્ચ્યુઅલ રાઉટરને તમારૂં એન્ટી વાયરસ અટકાવી શકે છે, પરંતુ કનેક્ટિફાઈ કામ કરી જશે. હવે તેના માટે આગળના સ્ટેપ્સ ફોલો કરો.

તમારી સ્ક્રીન પર બે ટેબ દેખાશે. સેટિંગ્સ અને ક્લાઈન્ટ્સ. સેટિંગ્સ ટેબમાં ક્રિએટ એ.. વાઈ-ફાઈ હોટસ્પોટ પર ક્લિક કરો.

સૌથી પહેલા તો કનેક્ટિફાઈ ડાઉનલોડ કરો, તેને ઈન્સ્ટોલ કરી લો. ત્યારબાદ કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરો. ઈન્ટરનેટ કનેક્ટ કરો. કનેક્ટિફાય હોટસ્પોટ એપ રન કરો.

ઈન્ટરનેટ ટુ શેર નીચે તમને એક ડ્રોપ ડાઉન મેન્યૂ મળશે. તેને મોટું કરો અને તે કનેક્શનને સિલેક્ટ કરો, જેની સાથે તમે શેર કરવા ચાહો છો.

તેનાથી જ તમે પાસવર્ડ સેટ કરી શકો છો, અને સ્ટાર્ટ હૉટસ્પોટ પર ક્લિક કરો.

હવે તમે કોઈ પણ ડિવાઈસમાં ઈન્ટરનેટ ચલાવી શકો છો.

જોકે, તમારે એ જાણવું પણ જરૂરી છે કે આ એપ ફ્રી નથી. તમે તેનું ફ્રી વર્ઝન ડાઉનલોડ કરી શકો છો, પરંતુ ફ્રી વર્ઝન દર 30 મિનિટે નેટ જાતે જ બંધ કરી દેશે.