24 October 2015

મારા માથા પર એક હળવી "થાપલી" મારતા.

પપ્પા,
તમને યાદ છે,
હું પ્રાથમીક શાળામાંથી,
માધ્યમીક શાળામા ગઈ હતી,
ત્યારે થોડા સમય માટે શાળાનું નામ લખવામા મારે ભુલ થાતી અને જુનું નામ લખાઈ જતું,
ત્યારે તમે મારા માથા પર એક હળવી "થાપલી" મારતા,
અને મને શું લખવાનું છે એ યાદ અપાવતા,

લગ્નના આ સમય પછી પણ મારે નામ લખવામાં મારા નામ પાછડ,
તમારું નામ જ લખાય જાય છે,
બસ "થાપલી"ની રાહ જોવ છું,
પણ કોઇ આવતું જ નથી થાપલી મારવા..