24 November 2015

શબ્દ - શબ્દ

શબ્દ - શબ્દ

શબ્દ જ મારે, શબ્દ જ તારે,

શબ્દ જ ઉજાડે, શબ્દ જ ઉજાળે,

શબ્દ જ બાળે, શબ્દ જ જીવાડે,

શબ્દ કયારે મુખમાંથી નીકળે

શબ્દ કયારે હોઠમાંથી નીકળે,

શબ્દ કયારે કંઠમાંથી નીકળે,

શબ્દ કયારે હ્રદયમાંથી નીકળે,

પરંતુ શબ્દ જયારે નાભિ કમળમાંથી નીકળે,

ત્યારે સામી વ્યક્તિના હૈયા અને રોમે-રોમમાં વ્યાપી જાય છે.

દાંપત્ય જીવનમાં શબ્દ કયાંથી કયાં લઇ જાય છે.

એક શબ્દ ઘા પર મલમ બની જાય છે.

એક કલ્યાણકારી શબ્દ જીવન બની જાય છે.

એક સલૂણો શબ્દ દિવસ ઉગારી જાય છે.

એક અપમાનજનક શબ્દ પશ્ચાતાપ પ્રેરી જાય છે.

એક વહાલનો શબ્દ સ્પંદન ઝંકૃત કરી જાય છે.

આથી શબ્દનો ઉકરડો નહિ, ઉદ્યાન બનાવો.

શબ્દ ક્યાં  મારો કે  તમારો છે?  શબ્દ હર કોઈનો દુલારો છે!

બુઠ્ઠાં,  અણિયારા,  રેશમી,  બોદાં,  શબ્દના  કેટલાં પ્રકારો છે?

ભાવ  છે,  અર્થ  છે,  અલંકારો,   શબ્દનો  કેટલો   ઠઠારો  છે!

જો જરાક અડકો તો છટપટી ઉઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે!