19 January 2016

ભણવાનું બહુ અઘરું થતું જાય છે.

ભણવાનું બહુ અઘરું થતું જાય છે ;
ભણવાનું અણગમતું થતું જાય છે .

છોકરાં ભણે ને કરે માબાપ ઉજાગરા 
રિઝલ્ટને દહાડે ઉડે બેઉનાં ધજાગરા 

પ્રોજેક્ટના પેપર ને રેફરન્સનો મારો  
બિચ્ચારાને તમે ગોખાવી મારો..!

ટાઈશૂટ બુટ લેવાનાં બે જોડી 
યુનિફોર્મ માટે આવક છે થોડી 

દસમાં ને બારમાની વાત જ નિરાળી 
કોઈ 'દિ સવાર એણે ઉગતી ના ભાળી

ઉંચી દીવાલોની  કેદમાં નિશાળો 
અંદરની વાત તમે કોઈ 'દિ ના જાણો

મુક્તિને બદલે ડગલે પગલે અટકે 
પડતું મુકે અથવા તો પંખે લટકે 

આખું બાળપણ ચાવી જાય છે 
અકાળે ઘડપણ આવી જાય છે 

ભણવાનું બહુ અઘરું થતું જાય છે.

- Prakashbhai Parmar
(HTAT-SURAT)