વરની પ્રતિજ્ઞા :
વિદાય વખતે માતાએ વરને આપેલ અમૂલ્ય સંદેશ.
આજથી ધર્મપત્નીને અર્ધાગીની સમજીને, તેની સાથે મારું વ્યક્તિત્વ મેળવીને એક નવું જીવન બનાવીશ. મારા શરીરનાં અંગોની જેમજ ધર્મ પત્નીનું પણ ધ્યાન રાખીશ.
હું પ્રસન્નતાપૂર્વક ગૃહલક્ષ્મીનો મહાન અધિકાર સોંપું છું અને જીવન જીવવામાં પણ તેનાં સલાહ સુચના અને માર્ગદર્શનને મહત્વ આપીશ.
રૂપ, આરોગ્ય, સ્વભાવિક ગુણદોષ, રોગ અને અજ્ઞાનવશ વિકારોને ચિત્તમાં નહીં રાખું અને એના કારણે અસંતોષ જાહેર નહીં કરું, પરંતુ સ્નેહપૂર્વક સુધારતાં સુધારતાં અને સહન કરતાં કરતાં આત્મીયતા જાળવી રાખીશ.
પત્નીનો મિત્ર બનીને રહીશ અને પૂરેપૂરો પ્રેમ-સ્નેહ આપતો રહીશ. આ વચનનું પાલન પૂરેપુરી નિષ્ઠા અને સત્યના આધાર પર કરીશ.
પત્ની માટે જે રીતની પતિવ્રતની મર્યાદા કહેવામાં આવી છે, એ જ દ્રઢતાથીહુંપણ પત્નીવ્રત ધર્મનું પાલન કરીશ. ચિંતન અને આચરણમાં પરસ્ત્રી સાથે વાસનાત્મક સંબંધો જોડીશ નહીં.
ઘરનીવ્યવસ્થામાં ધર્મપત્નીને આગળ રાખીશ. આવક અને ખર્ચ કરવાની બાબતમાં તેની સ્વીકૃતિ લઈને ગૃહસ્થોચિત જીવન જીવનનાની રીતે અપનાવીશ.
ધર્મપાત્નિની સુખશાંતિ તથા પ્રગતિ-સલામતીની વ્યવસ્થા કરવામાં મારી શક્તિ અને સાધનો વગેરે પૂરી વફાદારીપૂર્વક વાપરીશ.
મારા તરફથી ઉત્તમ વ્યવહાર રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ, મતભેદ તથા ભૂલો શાંતિપૂર્વક સુધારીશ. કોઈનીય સામે પત્નીને અપમાનિત કે તિરસ્કૃત નહીં કરું.
દેવતાગણ, અગ્નિ તથા સત્પુરુષોની સાક્ષીમાં વચન આપું છું કે પત્ની પ્રત્યે હમદર્દી અને મીઠાશભર્યું બોલવાનું રાખીશ અને રહીશ.
પત્નીની અસમર્થતા અને પોતાના કર્તવ્યમાંથી દૂર થવા છતાં પણ હું મારા કર્તવ્યપાલના અને સહયોગમાં રાઈ જેટલી પણ ઉણપ નહીં રાખું એવો વિશ્વાસ આપું છું.
મધુર પ્રેમયુકત ચર્ચા, સદ્દવ્યવહાર તથા દ્રઢ પત્નીવ્રતના પાલનનું વચન આપું છું.