25 March 2016

સરકારી પ્રાથમિક શાળાઓની હાલત આજકાલ ટીવી પર ચાલતી ડેયલી સોપ ઓપેરા સિરિયલ જેવી થઇ ગઈ છે.

સરકારી પ્રાથમિક શાળાઓની હાલત આજકાલ ટીવી પર ચાલતી ડેયલી સોપ ઓપેરા સિરિયલ જેવી થઇ ગઈ છે.
.
.
ટીઆરપીને ટકાવી રાખવા માટે દૈનિક જીવનમાં આવતાં બધા જ તહેવારો જેમ 'હોળી સ્પેશિયલ', 'દીપાવલી સ્પેશિયલ' જેવા ટાઇટલ હેઠળ ઉજવાય તેમજ સિરિયલમાં કોઈને કોઈ સ્પેશિયલ પુંજાઅર્ચના, રમતગમત કે કોઈને કોઈ ઉજવણી ચાલતી રહે એમ અહીં પણ દર અઠવાડિયે વડી કચેરીમાં બેથેલ કોઈ દિર્ગદર્શક દ્વારા કોઈને કોઈ ત્રણ પાનાંની સ્ક્રિપ્ટ આવી જાય છે, જે મુજબ માસ્તરો એકટરો બની વર્ષોથી દમદાર એક્ટિંગ કરતા રહે છે.
.
શાળાઓમાં આચાર્ય દિર્ગદર્શન કરે છે, શિક્ષકો એકટરો છે અને ગ્રામજનો દર્શકો.
.
શાળામાં એક શિક્ષક તો કેમેરો ઓન કરી ઉત્સવો શૂટ કરતો રહે છે.
.
સીસીસી પાસ એક શિક્ષક ફોટોશોપની મદદથી એડિટિંગ કરતો રહે છે.
.
એક શિક્ષક રિપોર્ટિંગ કરતો રહે છે.
.
એક શિક્ષિકા મીઠાના કોગળા કરી ગાતી રહે છે.
.
બે શિક્ષિકાઓ મહેમાનો અને એસએમસીની આગતાસ્વાગતામાં લાગેલી હોય છે.
.
એસએમસીના સભ્યોને પત્ની પણ પાણી ન આપતી હોય ત્યાં શાળામાં મળતી સ્પાઈટ પીને બકવાસ બંધ થઇ જાય છે.
.
ફેસબુક અને વોટ્સએપ પર ફોટો શૂટ થયા પહેલાં જ ગર્ભમાંથી અપલોડ થઇ જાય છે.
.
સિરિયલમાં ટીઆરપી છે, અહીં વોટબેંક. શાળાઓ દ્વારા થતાં કે કરાવાતા પ્રચારનો ફાયદો એ છે કે પાંચ વર્ષ બાદ તમારા મતદાતાઓમાં દરવર્ષે વધારો થતો રહે. તમે વડાપ્રધાન બની શકો. મહિલાઓને આકર્ષવા માહિલાદિન, દીકરીને સલામ, યુવાઓને આકર્ષવા ખેલમહાકુંભ, દલિતો માટે આંબેડકર સપ્તાહ. પોતાની રીતે શીખવવા મથતાં શિક્ષકને સ્ક્રિપ્ટ મુજબ વર્તવા માટે વાંચન સપ્તાહ પણ આવી જાય. પ્રેવેશોત્સવમાં આવેલ અધિકારી-પદાધિકારીઓને સાચવવામાં બાળક નામનું શ્રીફળ પક્ડી ઉભેલું મીણ તાપમાં તપી આખું ઓગળી જાય ત્યાં સુધી કોઈની તેની તરફ નજર જ ન પડે. પ્રવેશોત્સવના આ બાળકના ચહેરા પર વાસ્તવિક રીતે જોતા તેના બાળલગ્ન થતાં હોય એવા ભાવો જોવા મળે.
ગુણોત્સવમાં વળી અધિકારીને રાજી કરી સારું મૂલ્યાંકન કરાવવામાં જ દિવસ નીકળી જાય.
.
એક ક્ષણ જો ઉત્સવ બંધ રાખો તો
સ્લેટ પર માથું મૂકીને ઊંઘી લઉં.
એમ વિચારતું બાળક દફતર ખોલે છે ને ઢોલ વાગે છે ને સ્લેટ મૂકી ઢોલના તાલે નાચવાની આપેલ તાલીમ મુજબ નાચવા માંડે છે.
.
બાળકે તો ભણવાની આશા મૂકી દીધી જ છે, સંવેદનાસભર એક  શિક્ષક મુંજવણમાં છે કે ખરેખર ભણાવવાનું છે કે નહિ? અને ખરેખર ભણાવા મળશે કે નહિ?