12 May 2016

એક હરિયાળો સંદેશ.....

એક હરિયાળો સંદેશ...........
"ઉનાળુ ફળોની ઋતુ આવી ગઈ છે...કેરી,જાંબુ જેવાં ફળો ખૂબ ખાજો...પણ એના ઠળિયા-ગોટલી-બીજને ફેંકી ન દેજો...એને ધોઈને પ્લાસ્ટીકની બેગમાં ભરી રાખજો...જયારે કાર,બસ કે ટ્રેનમાં બહાર જવાનું થાય ત્યારે...વગડામાં-ઉજ્જડ-વેરાન ખુલ્લી જમીન જોઈને ફેંકી દેજો.....તમારું કામ અહી પૂરું થાય છે....કુદરતનું કામ શરુ થાય છે....
મેઘમહારાજની અમીધારાથી ધરતી તરબતર થશે અને તમે ફેંકેલા ઠળિયા-ગોટલી કે બીજ અંકુરિત થશે....આવા અનેક-અનેક વૃક્ષોના વન લહેરાશે...
આપણી ભાવિ પેઢી માટે સમૃદ્ધ પર્યાવરણનો વારસો છોડી જવા માટે આપણે આટલું તો કરી શકીએ ને ! કરવું જ જોઈએ....
----આભાર