લઘુકથા - સરતચૂક
મંથન આજે ખુશ હતો. વહેલી સવારથી જ તે છાપાની રાહ જોઈ રહ્યો હતો .કોલેજના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થવાનું હતું તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ફે અચૂક સારા માર્કસે પાસ થશે .
ફેરિયાએ છાપું ઓસરીમાં ફેંક્યું ને તેણે ઝટપટ પરિણામના નંબર પર નજર ફેરવવા માંડી. ...ફરીવાર નંબર બરાબર ચકાસ્યા.... તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું .....! પાસ થનાર વિદ્યાર્થીઓની યાદીમાં તેનો નંબર નહોતો....!
ત્યાં જ મંથનના પિતા રમણીકલાલ આવી ચડ્યા . તેમણૅ પણ નંબર પર નજર ફેરવી લીધી. મંથનનો નંબર ન દેખાતા જ તે તાડૂક્યા : ' મને તો પહેલેથી જ ખબર હતી કે આ હીરો કશું ધોળવાનો નથી .' પછી રસોડા તરફ હાથ લંબાવતા ઉમેર્યું : ' હું તો ના જ પાડતો હતો કે હવે નથી ભણવું , ધંધામાં ધ્યાન આપો .... પણ ...તારી ... આ ..મા... ન... માની ....લ્યો ... હવે ઉતારો આરતી તમારા આ કુળદીપકની ....!
પિતાના વાક્યનો એક - એક શબ્દ મંથનના દિલમાં તીરની માફક ઊતરતો જતો હતો. એનું કુમળું હૃદય વીંધાઈ ચૂક્યું હતું .
એ જ રાત્રે તેણે ' કાંકરિયા' માં પડતું મૂક્યું.
બીજા દિવસના છાપામાં સમાચાર હતા : ' એક આશાસ્પદ યુવાનની આત્મહત્યા ...! આ સમાચારની બાજુમાં જ 'સરતચૂક' શીર્ષક હેઠળ લખાણ હતું.: ' ગઈ કાલે જાહેર થયેલા પરિણામમાંના કેટલાક નંબર સરતચૂકથી છાપવાના રહી ગયા હતા , જે આજે છાપવામાં આવ્યા છે. ' - નીચે બાકી રહેલા નંબર છાપવામાં આવ્યા હતા, એમાં મંથનનો નંબર પણ હતો ...!!!
Pages
- હોમ
- પરિપત્રો પ્રાથમિક
- SUPER VIDEO
- ગુજરાતી,
- હિન્દી
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગણિત
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- કોમ્પ્યુટર
- પર્યાવરણ
- પુસ્તક સાહિત્ય
- C.C.C.ઉપયોગી
- 2 થી 8 ની કવિતાઓ
- શાળાના ફોટોગ્રાફ્સ
- પ્રવાસ
- પ્રાર્થનાસભા
- ઇકો ક્લબ
- બાળવાર્તાઓ ડાઉનલોડ
- શાળા પત્રકો
- ચિત્ર,સંગીત,વ્યાયામ
- MOBILE PHONE
- Mp3 Song
- બાળ અભિનય ગીતો
- સાંસ્કૃતિક કાર્યક્રમો
- ધોરણ-12
- સામાજિક વિજ્ઞાન
- પ્રજ્ઞા