31 May 2016

અકબરે લીલા ધાણાંની ઝુડી બકરી સામે ધરી.

અકબર જોડે એક બકરી હતી, તે એને બહું વહાલી, એને એક વિચાર આવ્યો, રાજા ને કોઇ પણ તુક્કા સુઝે, એણે જાહેરાત કરી કે જે કોઇ વ્યક્તિ મારી આ બકરી ને બરાબર ધરાય એવી ચરાવી ને લાવશે એને એક લાખ રૂપિયા ઇનામ અપાસે.....
         લોકોએ આ સ્પર્ધા માં ભાગ લેવા નામ લખાવ્યા, નંબર આવે એમ બકરી ચરાવવા લઇ જાય, આખો દીવસ એને જાત જાત નું ખવડાવે, પછી સાંજે દરબાર માં લઇ જાય......અકબર સાંજે આવેલી બકરી સામે લીલા ધાણાંની  ઝુડી ધરે,અને બકરી ગમેતેટલી ધરાયેલી હોય તો પણ આદત મુજબ ધાણાં ની ઝુડી ખાય.......એટલે અકબર ચરાવનાર ને કહે, આ તો હજી ભુખી જ છે......એટલે તો ખાધું......
ઘણાં બધા એ ઇનામ માટે ટ્રાય કર્યો, પણ તમામ નીસ્ફળ......બકરી એની આદત પ્રમાણે ખાય જ..........
હવે બીરબલ બકરી ને લઇ ગયો, એણે પોતાના ઘરે એને બાંધી, પછી એના મો આઞળ લીલા ઘાણાં ની ઝુડી બતાવી, જેવી બકરી ખાવા ગઇ તેવું જ બીરબલે એના મો પર સોટી ફટકારી, આવું દીવસ માં વીસ પચ્ચીસ વાર કર્યું........
સાંજે દરબાર માં લઇ ગયો......અકબરે લીલા ધાણાંની ઝુડી બકરી સામે ધરી.....અને બકરી એ મો ફેરવી લીધું.....