18 July 2016

જ્યારથી શિક્ષણમાં પણ આ પત્રક વાળી સિસ્ટમ આવી ત્યારથી આપણો બાગ પણ વિરાન થયી ગયો હોય તેવું નથી લાગતું.

📊રવિવારીય શૈક્ષણિક તણખો 📚

                એક સુંદર મજા નો બાગ હતો તેમાં ખુબ સુંદર છોડ હતા .એક દિવસ એક વનસ્પતિ શાસ્ત્રની ટીમે તે બાગ ની મુલાકાત લીધી .તેઓ આ સુંદર બાગ જોઈ ને અચંબિત રહી ગયા .આ ટીમે ઉપર જઈ ઉપરી અધિકારી ને આ બાગ અને તેને તૈયાર કરનાર વિશે ઘણી પ્રશંશા કરી .
            આ ટીમે આ બાગ ને હજી વધુ સુંદર બનાવવા પેલા બાગ વાળા ને એક પત્રક આપ્યું .પત્રક મુજબ તેણે દરેક છોડ રોજ કેટલો વિકાસ પામે છે .તેની નોંધ કરવાની હતી. ઉપરી અધિકારી ની સૂચના મુજબ તે બાગ વાળો રોજ દરેક છોડ ને જમીનમાંથી કાઢી તેની ઊંચાઈ માપી તેને પાછો રોપી દેતો.
               રોજ આવો ક્રમ ચાલ્યો.બે મહિના બાદ ફરી પેલી વનસ્પતિ શાસ્ત્ર ની ટીમ બાગ ની મુલાકાતે આવે છે. તેઓ બાગ ને જોતા જ નિરાશ થયી ગયા બાગ માં માત્ર ઠુંઠા હતા.બાગ વાળા ની પૂછપરછ કરતા  પત્રક પુરૂ ભરાયેલ હતું .પણ આખો બાગ વીરાન થયી ગયો હતો.                                       

મિત્રો જ્યારથી શિક્ષણમાં પણ આ પત્રક વાળી સિસ્ટમ આવી ત્યારથી આપણો બાગ પણ વિરાન થયી ગયો હોય તેવું નથી લાગતું.