*આ કિચન ટિપ્સ રસોડાના કામને સહેલું બનાવી,રસોઇ સ્વાદિષ્ટ બનાવશે*
આમ તો રસોઇ બનાવવાની કળા તો સ્ત્રીમાં જન્મજાત જ હોય છે. દરેક સ્ત્રીને સમય થતાં રસોઇ આવડી જ જતી હોય છે, પરંતુ જેમ રસોઇમાં ગરમ મસાલો ઉમેરતાં રસોઇના સ્વાદમાં વધારો થાય છે, તેમજ કેટલીક ટિપ્સ અજમાવવાથી રસોઇમાં પણ સ્વાદ અને સુગંધ બંન્ને ભળે છે.
*તેથી જ માત્ર જૂની રીતથી રસોઇ ના બનાવતાં કઈંક નવું તો અજમાવવું જ જોઇએ*
* રાયતું બનાવતી વખતે તેમાં એક ચમચો ક્રીમ કે મલાઇ નાખવાથી રાયતું વધારે સ્વાદિષ્ટ લાગશે.
* કોઇ પણ દાળને બાફતી વખતે જ તેમાં હળદર નાખી દેવાથી તેનો સ્વાદ જ કંઇ ઓર આવશે.
* ઢોંસા કે ઇડલીના સંભારને ઘટ્ટ બનાવવા તેમાં થોડો કોર્નફલોર ભેળવી દો. સંભાર ઘટ્ટ બનવા સાથે સ્વાદિષ્ટ પણ લાગશે.
* ભેળમાં સેવ કે પાપડીને બદલે ક્યારેક કોર્નફ્લેક્સ નાખવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.
* લોટની પૂરીને નરમ બનાવવી હોય તો તેમા થોડો મેંદો અને એક ટેબલ સ્પૂન ખાંડ નાખીને ગૂંથો.
* કેળાંને તાજા રાખવા એને એક ભીના કપડામાં બાંધી પ્લાસ્ટિકની થેલીમાં રાખો.
* સમોસા કે ઘુઘરા તળતી વખતે ફાટી જતા હોય છે એને ટાળવા સમોસા કે ઘુઘરામાં સોયથી એક બે કાણા પાડી દો. તેનાથી માવો બહાર પણ નહીં આવે કે ફાટશે પણ નહીં.
* મસાલા પૂરી બનાવતી વખતે લોટમાં થોડું ગરમ ઘી અથવા તેલ મિક્સ કરવાથી પૂરીઓ કરકરી અને સ્વાદિષ્ટ બનશે.
* દહીંવડાં બનાવવા માટે દાળને વાટતી વખતે એમાં બે બટાટા મસળીને નાંખશો તો દહીંવડાં પોચાં બનશે.
* ઈડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠથી દસ દાણા મેથીના દાણા નાખવા.
* પરાઠા બનાવતી વખતે લોટમાં એક બાફેલુ બટાકુ અને અજમો નાખો. ઉપરથી એક ચમચી માખણ નાખો. પરાઠા સ્વાદિષ્ટ લાગશે.
* ભજિયા, મગવડા, બટાકા કટલેસ સર્વ કરતી વખતે ઉપરથી ચાટ મસાલો ભભરાવો. મજા ડબલ થઈ જશે.
* લીબુને લાબા સમય સુધી ટકાવી રાખવા માટે લીંબૂને એક બરણીમાં ભરીને ફ્રિજમાં મુકી દો. લીંબૂ ખરાબ નહી થાય અને તેમનો રંગ પણ સલામત રહેશે.
* લોટમાં મોણ આપવા માટે ઘીને ધુમાંડો છોડતા સુધી ગરમ કરો. પછી મોણ આપો. ઓછા ઘી માં જ તમારી બનાવેલી વસ્તુ કુરકુરી થઈ જશે.
* ઘીમાં થોડીક ખાંડ ભેળવી દેવાથી લાંબા સમય સુધી ઘીનો રંગ અને સ્વાદ એવો ને એવો જળવાઈ રહેશે.
* ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.
* અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.
* કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.
* મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.
* રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.
*આ પોષ્ટનો ઉપયોગ કરો, તો પ્રજાને લાભ આપજો...😀*