જાણવા જેવું
1. પક્ષી જગતનું જાણવા જેવું
*સજીવસૃષ્ટિમાં પક્ષીઓ પીછાં, ચાંચ અને પાંખોને જોડતા હાડકા 'વિશબોન' નામના વિશિષ્ટ અંગો ધરાવે છે.
*મોટા ભાગના પક્ષીઓ શરીરના વજનના પાંચમા ભાગના વજન જેટલો ખોરાક દરરોજ ખાય છે તેથી ઊડવા માટેની શક્તિ મળી રહે છે.
*પક્ષીઓના ફેફસા સસ્તન પ્રાણીઓ કરતા મોટાં હોય છે. પક્ષીઓના શરીરના કદનો પાંચમો ભાગ ફેફસા રોકે છે.
*પક્ષીઓને શ્વાસ લેવા માટે નસકોરાં હોતા નથી પરંતુ નહી ઊડી શકનારા અને અંધ કિવિને સુંઘવા માટે નસકોરા હોય છે.
*મધ્ય એશિયાના દેશોમાં પુરાતન કાળમાં શિકાર માટે બાજ પાળવાની પરંપરા હતી.
*વિજ્ઞાાનીઓ માને છે કે, પૃથ્વી પર પક્ષાીઓ ૧૫ કરોડ વર્ષ પહેલાં મોસોઝોક કાળના ડાઇનોસોરના વંશજ છે.
*દરેક પક્ષીની ચાંચનો આકાર તેને લેવા પડતા ખોરાક સહેલાઈથી લઈ શકે તેવો હોય છે.
*પક્ષીઓમાં ૭૫ ટકા જાતિ એક વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવે છે.
*વજનદાર અને કદાવર પક્ષીઓ લાંબુ આયુષ્ય ભોગવે છે. અલ્બાટ્રોસ ૮૦ વર્ષ જીવ્યા હોવાનું નોંધાયું છે.
*પક્ષીઓની પાંખના મૂળમાં એક અંગૂઠો, એક આંગળી અને ત્રીજું પાંખને આધાર આપતું મુખ્ય હાડકું હોય છે. આ રચના વડે પક્ષીઓ ઊડી શકે છે.
*પક્ષીઓના પગમાં ત્રણ કે ચાર આંગળા હોય છે સામાન્ય રીતે ત્રણ આગળ અને એક પાછળ. કેટલાક પક્ષીઓને બે કે ત્રણ આંગળા હોય છે.
*પક્ષીઓના આંગળા ઝાડની ડાળી ઉપર બેસે ત્યારે પગના સ્નાયુઓના દબાણથી ડાળી ફરતે જકડાઈ જાય છે એટલે ડાળી ઉપર ઉંઘી રહેલા પક્ષીઓ નીચે પડી જતા નથી.
2. વૃક્ષના વિકાસનું વિજ્ઞાન
જમીનમાં બીજ રોપવાથી અંકૂર ફૂટે અને કૂંપળો બહાર નિકળે બે કે ત્રણ પાદડાંની કૂંપળ થોડા દિવસોમાં મોટી છોડ થઈને વિકાસ પામી મોટું વૃક્ષ બને. દરેક સજીવ જન્મ પછી વિકાસ પામે છે. પ્રાણીઓ અને મનુષ્યના કદ અને ઊંચાઈ વધે છે. તે જ રીતે વૃક્ષ પણ ઊંચું થાય છે. પરંતુ વૃક્ષના વિકાસની વાત થોડી જૂદી છે.
વૃક્ષ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનીજ મેળવે છે. તેના પાનમાં સૂર્યપ્રકાશ વડે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી સ્ટાર્ચ, સાકર દ્રવ્યો અને સેલ્યુલોઝ બને છે. થડમાં રહેલા કોશો દ્વારા વૃક્ષને પોષણ મળે છે. છોડનું થડ પાતળું અને ગરમ હોય છે. ટોચે વધુ ડાળી અને પાન ફૂટે એટલે વજન વધે તેમ તેમ થડ મજબૂત અને જાડું થાય. થડની ઊંચાઈ વધતી નથી પરંતુ તેઓ નવા પાન અને ડાળી ફૂટીને વિકાસ પામે છે.
સમય જ્તાં પાણી અને ખોરાકનું વહન થડના બાહ્ય સ્તર કે છાલ દ્વારા થાય છે. આંતરિક માળખુ સખત થઇને વૃક્ષના ટેકા કે આધારની ગરજ સારે છે.
છોડની દરેક ડાળીના છેડેનાં કોશો વિભાજિત થતાં જાય છે અને નવા પાન અને ડાળી ફૂટે છે. જૂના કોષો સખત થતા જાય છે. અને બાહ્ય ભાગમાં નવા કોશો સતત બન્યાં કરે છે. વૃક્ષની છાલ નરમ પણ મજબૂત હોય છે. તે આંતરિક ભાગનુ રક્ષણ પણ કરે છે.
3. મચ્છર જેવાં જીવડાં પ્રકાશથી કેમ આકર્ષાય છે?
ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવાં અનેક જાતના જીવડાં ઊડતાં જોવા મળે. આ જીવડાં મોટેભાગે ટયૂબલાઈટ કે પ્રકાશિત સ્રોતની આસપાસ વધુ ઊડતાં હોય છે. તે પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે તેનું કારણ જાણો છો?
મચ્છર, ફૂદાં જેવા પાંખોવાળા જીવડાં ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલાં હોય છે. ખરેખર તે પ્રકાશથી આકર્ષાતા નથી. આ જીવમાં દિશાશોધન અજબનું હોય છે. આ જીવડાંની દૃષ્ટિ સતેજ હોય છે. તેઓ સૂર્ય કે ચંદ્રના પ્રકાશને આધાર રાખી દિશા શોધી રસ્તો કાપે છે.
ચોમાસામાં વાદળવાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ હોતો નથી. ટયૂબ લાઈટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજી દિશા શોધવાનો પ્રયાસ કરે છે. એટલે ટયૂબલાઈટની આસપાસ ચક્કર માર્યા કરે છે. જુદી જુદી દિશામાં બે કે ત્રણ ટયુબલાઈટ હોય તો તેઓ વધુ ભ્રમમાં મૂકાય છે.
ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના જીવડાં ખોરાકની શોધમાં તેજસ્વી રંગના ફૂલોથી આકર્ષાતા હોય છે તે રીતે જ ટયૂબલાઈટથી આકર્ષાય છે. મોટેભાગે આવાં જીવ ટયૂબલાઈટની આસપાસ સમૂહમાં જોવા મળે છે તે આપણે જોઈએ છીએ. ઘણા વિજ્ઞાાનીઓ માને છે કે ટયૂબલાઈટની તદ્દન નજીક પહોંચ્યા પછી અતિશય પ્રકાશ સામે તેમની આંખ અનુકૂલન સાધી શકતી નથી અને લગભગ અંધ બની જાય છે એટલે જ ચકરાવા માર્યા કરે છે.
4. ફળો અને શાકભાજીનું અવનવું
સૌથી વધુ લોકપ્રિય ટામેટાની ૫૦૦૦ જેટલી જાત અને સફરજનની ૭૫૦૦ જાત હોય છે.
*વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ કોળું શાક નહીં, ફળ છે.
*તરબૂચમાં ૯૨ ટકા, ગાજરમાં ૮૭ ટકા અને કોબીજમાં ૯૦ ટકા પાણી હોય છે.
*અમેરિકામાં સફરજન એક વર્ષ સુધી સચવાય તેવી સુવિધા હોય છે.
*દ્રાક્ષને માઈક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે છે.
*સફરજન ગુલાબના કુળની વનસ્પતિ છે.
*કેળાં થોડા રેડિયોએક્ટિવ હોય છે.
*જાપાનમાં ચોરસ તરબૂચની ખેતી થાય છે.
*કાકડી એ શાક નથી, ફળ છે.
*ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહે છે.
*વિશ્વનું સૌથી મોટું ફળ કોકો-દ-મેર ૪૨ કિલો વજનનું હોય છે અને તેનું બીજ ૧૭ કિલો વજનનું.
*શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે.
*ટામેટામાં માણસ કરતાં વધુ જીન હોય છે.
*કેળાં અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે.
*વિદેશમાં ફળો પર ચોડાતાં સ્ટિકર ખાદ્ય પદાર્થના બનેલાં હોય છે અને ખાઈ શકાય છે.
5. મોબાઈલ ફોનનું અવનવુ
૧. આધુનિક મોબાઈલ ફોનમાં નાસા દ્વારા ચંદ્ર ઉપર મોકલાયેલા એપોલો-૧૧ માં વપરાયેલા કમ્પ્યુટર કરતાં ય વધુ ક્ષમતા હોય છે.
૨. મોબાઈલ ફોન ઉપર સૌથી વધુ બેકટેરિયા હોય છે.
૩. જાપાનમાં લોકો સ્નાન કરતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. તેથી ત્યાંના ૯૦ ટકા ફોન વોટરપ્રૂફ હોય છે.
૪. મોબાઈલ ફોન દ્વારા પ્રથમ વાતચીત ૧૯૭૬માં મોટોરોલાના શોધક માર્ટિન કૂપરે કરેલી.
૫. મોબાઈલ ગુમાવવાથી કે બગડી જવાથી લોકોને ગુસ્સો અને રોષ પેદા થાય છે. આ સ્થિતિને 'નોમોફોલિયા' કહે છે.
૬. મોબાઈલ ફોન સૌથી વધુ વેચાતા ઇલેકટ્રોનિક સાધન છે.
૭. કોઈકે કહ્યું છે કે વિશ્વમાં લોકો પાસે ટોઈલેટ કરતાં મોબાઈલ ફોન વધુ હોય છે.
૮. મોબાઈલ ઉપર વિડિયો અને ફોટા સૌથી વધુ અપલોડ થાય છે. આ ટ્રાફિક વેબ ટ્રાફિકની ૨૭ ટકા ભાગ રોકે છે.
૯. સ્માર્ટફોનની ટેકનોલોજી વિવિધ ૨૫૦૦૦૦ શોધખોળોના સમનવ્યથી બનેલી છે.
૧૦. મલેશિયામાં મોબાઈલ ફોનામાં મેસેજ દ્વારા છૂટાછેડા લેવાનું કાયદેસર ગણાય છે.
૧૧. ઘણી વખત લોકો આસપાસના લોકોથી દૂર રહેવા સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવાનો ડોળ કરે છે. એક સર્વમાં ૪૭ ટકા લોકોએ આ વાત કબૂલી હતી.
૧૨. ફિનલેન્ડમાં મોબાઈલ ફોન ફેંકવાની સ્પર્ધા યોજાય છે. ૨૦૦૦ માં રિસાઇયકિલંગ ને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધા શરૃ થઈ હતી. જે સૌથી દૂર સુધી મોબાઈલ ફેંકી શકે તે ચેમ્પિયન ગણાય છે.
6. આંખ વિશે આ પણ જાણોજ
* માણસની આંખ લાખો પ્રકારના રંગ પારખી શકે છે.
* માણસની આંખ ડિજિટલ કેમેરા સાથે સરખાવીએ તો તે પણ ૬ મેગાપિકસલની ગણાય.
* માણસની જાગૃત અવસ્થાનો ૧૦ ટકા ભાગ આંખ પટપટાવવામાં વપરાય છે.
* ગોલ્ડફિશ સહિત મોટા ભાગની માછલીઓને આંખનાં પોપચાં હોતાં નથી.
* શાહમૃગની આંખ તેના મગજ કરતાં મોટી હોય છે.
* ઘણા માણસોને ભૂરી આંખો હોય છે. પરંતુ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ જોવા મળે છે.
* મધમાખીને માથામાં પાંચ આંખો હોય છે.
* કાચિંડા પોતાની બંને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.
* માણસો સામી વ્યકિતની આંખના હાવભાવ પારખી શકે છે. પ્રાણીઓમાં માત્ર કૂતરાને જ આવી શક્તિ છે. કૂતરા માણસની આંખોના હાવભાવ પારખી શકે છે.
* બિલાડીની આંખો પર ત્રણ પોપચાં હોય છે.
*તદ્દન અંધકારમાં ખૂલ્લી આંખે માત્ર કાળો રંગ દેખાય છે. વિજ્ઞાાનીઓ તેને ' બ્રેનગ્રે' રંગ કહે છે.
*માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને ૬૪ દિવસે નવી આવે છે.