16 September 2016

તમે કોની સાથે બેસો છો? કોની સાથે સમય વિતાવો છો? કોઇની સાથે રહ્યા પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે આ બધું બહું જ મહત્વનું છે.q

ઇતિહાસમાં બનેલી એક સમાન બે ઘટનાના પરિણામો સાવ જુદા હતા.
સિકંદરે જ્યારે પોરસને કેદ કર્યો ત્યારે સિકંદરે પોરસને પુછ્યુ હતું કે બોલ તારી સાથે કેવું વર્તન કરવામાં આવે ? પોરસે જવાબ આપ્યો હતો કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઇએ. સિકંદરે પોરસને કેદમાંથી મુક્ત કર્યો અને એને પોતાના રાજ્યનો પ્રતિનિધી બનાવ્યો.
મહમદઘોરીએ આવી જ રીતે પૃથ્વીરાજને કેદ કર્યો અને એણે પણ પૃથ્વીરાજને આવો જ પ્રશ્ન કર્યો કે મારી પાસે તમારી શું અપેક્ષા છે ? પૃથ્વીરાજ એ પણ પોરસ જેવો જ જવાબ આપેલો. મેં તમને અનેક વખત જવા દિધા છે તમારે પણ મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઇએ. પૃથ્વીરાજની આ માંગ બાદ મહમદઘોરીએ એની આંખો ફોડાવી નાખીને પછી મૃત્યંદંડની સજા કરી હતી.
એક સમાન બે ઘટના પણ જુદા પરિણામો શા માટે ? આ પ્રશ્નના જવાબ માટે સિકંદર અને મહમદઘોરીના જીવનનો થોડો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે સિકંદરના શિક્ષક અને માર્ગદર્શક એરીસ્ટોટલ હતા અને કમનસિબે મહમદઘોરીને આવા કોઇ વ્યક્તિની સંગત નહોતી.
તમે કોની સાથે બેસો છો? કોની સાથે સમય વિતાવો છો? કોઇની સાથે રહ્યા પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે આ બધું બહું જ મહત્વનું છે. કોઇ સારી વ્યક્તિની સંગત તમારા જીવનને માનવતાવાદી બનાવી શકે છે...