12 October 2016

*પ્રેમની પરાકાષ્ઠા*

*પ્રેમની પરાકાષ્ઠા,*
               એક પરિવાર માં બે ભાઈઓ રહે છે,મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે, અને તે અલગ રહે છે, તેના બે બાળકો છે, નાનો ભાઈ  મા સાથે રહે છે, તેના લગ્ન હજી થયાં નથી, વ્યવસાય રુપે બને ભાઈ ખેતી  સાથે  હળીમળી ને કરે છે, વરસાદ ની સીજન ચાલી રહી છે, આ વખતે ખેતરમા બાજરો વાવ્યો છે, સરસ મજાના બાજરા ના કહણાં ખેતરમાં લહેરાઈ રહ્યા છે, પાક લણવા નો સમય આવી ગયો, બને ભાઈ જાત મહેનત કરી ને પાક લણંવા ના કામમાં લાગી જાય છે, બાજરો લણાઈ જાય છે, તૈયાર પાક ઘરે આવી જાય છે, હવે બને ભાઈઓ વચ્ચે સરખા ભાગે વહેચણી થઈ ગઈ, બને નો ભાગ ગુણી  સ્વરુપે એકબીજા ના ઘરમાં  પહોચી ગયો,
              આ બાજુ નાનો ભાઈ વિચાર કરે છે કે હુ એકલો અને મારી સાથે વૃધ મા, એ પણ હવે કેટલુ જીવશે ? મોટા ને પત્ની છે, બે બાળકો છે, પરિવાર ની જવાબદારી તેના શિરે છે, એટલે તેને વધારે મળવુ જોઈએ, એટલે તે પોતાના ભાગમાંથી પાંચ ગુણી  મોટા ભાઇને આપવાનુ નકી કરે છે, તેને લાગ્યુ કે સામે થી આપીસ તો મોટો સ્વીકાર કરશે નહી, એટલે તે રાત્રે ચોરી છુપી થી રોજ એક એક ગુણી  મોટાની ખોલી માં મુકવાનો નિર્ધાર કરે છે, અને તે જ રાત્રે એક ગુણી  મુકી આવે છે,
          આ બાજુ મોટો ભાઈ વિચાર કરે છે, નાના ને સરખો ભાગ નથી મળ્યો, નાના ભાઈના હજી લગ્ન બાકી છે, મારે તો બે બાળકો છે, થોડા વર્ષોમા તે મોટા થઈ જશે, અને હુ જવાબદારી માંથી મુક્ત થઈ જઈસ, વળી તે મારો નાનો ભાઇ છે, એટલે નાના ને વધારે આપવું તે મારી ફરજ પણ બને છે, એટલે તે પણ પાંચ ગુણી  નાનાભાઇ ને આપવાનો નિશ્ચય કરે છે, અને તે પણ ચોરી છુપી થી નાના ભાઇની ખોલીમા રાત્રે એક એક ગુણી મુકી આવવાનો નિર્ધાર કરે છે, આવુ બને તરફથી બે ત્રણ દિવસ ચાલે છે,

       એક રાત્રે અંધારામાં બને ભાઈ સામસામે ભટકાઈ જાય છે, અને હરખના આસુએ ભેટી પડે છે,
*જ્યા પ્રેમ છે, ત્યા લેવાની નહી, પણ આપવાની વૃતિ છે,ભાઈઓ માં જો આવો પ્રેમ હોય તો રામરાજ્ય ક્યાં દુર છે ?*
*એક સમય એવો હતો, જ્યારે મિઠા ઝગડાઓ થતા, કશુંક લેવા માટે નહી, પણ કશુંક આપવા માટે*