15 November 2016

દિવ્ય શક્તિ રૂપી કાલ્પનિક હોનારત થી બચી જવા નો આનંદ વ્યક્ત કરવા લાગ્યા અને કાળાબજાર અને ભ્રષ્ટાચાર જેવા ખરા દુશ્મન ને ભુલી ગયા.

અક રાજ્ય માં કાળાબજાર અને ભ્રષ્ટાચાર રગરગ માં વ્યાપ્ત થઈ ગયા હતા... લોકો રોજ રાજા ને આની ફરિયાદ કરતાં હતા પરતું આનું કોઈ નિવારણ આવતુ ન હતુ આથી
એક દિવસ એક રાજા એ ફરમાન કર્યુ કે એ આજ થી ૫૦ માં દિવસે રાજ્યના બધા જ કાળાબજારિયાઓ અને ભ્રષ્ટાચારિયો ને વિજળી ના થાંભલે લટકાવી ને ફાંસી આપી દેસે
રાજાની આ ઘોષણાથી આખા રાજ્ય માં હાહાકાર મચી ગયો.. ભ્રષ્ટાચારિયો અને કાળબજારિયો ચિંત્યા માં ડુબી જયા અને રાજ્ય ની પ્રજા માં આનંદ વ્યાપી ગયો .. લોકો ભ્રષ્ટાચાર અને કાળાબજાર મુક્ત રામરાજ્ય ના સપના જોવા લાગ્યા ..  ભ્રષ્ટાચાર અને કાળાબજાર માં પિસાતા પિસાતા હાડમારીભર્યા જિવન માં પ૦ દિવસ પુરા થવા ની બેસબરી થી રાહ જોવા લાગ્યા.....
આમ કરતાં કરતાં ૫૦ મો દિવસ પણ આવી ગયો ... પરતું લોકોએ જોયુ તો એ દિવસે સવારે રાજ્ય ના બધા જ વિજળી ના થાંભલા એક જ રાત માં પડી ગયા હતા..  લોકો ના ટોળે ટોળા રાજમહેસ તરફ જવા લાગ્યા અને ત્યાં જઈ રાજા ને ફરિયાદ કરી કે -- " મહારાજ કેટલાક લોકોએ રાત્રે વિજળી ના બધા જ થાંભલા પાડી નાખ્યા છે "  રાજાએ સેનાપતિને બોલાવી એ થાંભલા પાડનાર ને પકડી લાવવા કહ્યુ. 
થોડીવાર માં સૈનિકો થાંભલા તોડનાર મજુરો ને પકડી લાવી દરબાર માં હાજર કર્યા.. રાજાએ મજુરો ને કહ્યુ -- કે તમે કોના કહેવાથી આ થાંભલા તોડ્યા ?
મજુરો એ કહ્યુ - " મહારાજ રાજ્ય ના મુખ્ય એન્જિનીયર ના કહેવાથી અમે આ થાંભલા અમે તોડી નાખ્યા છે "
રાજાએ સૈનિકો ને મુખ્ય એન્જિનીયર ને પકડી લાવવા કહ્યુ .. થોડીવાર માં સૈનિકો મુખ્ય એન્જિનીયર ને પકડી લાવ્યા ...
રાજાએ એન્જિનિયર ને કહ્યુ -- તમે થાંભલા કેમ  તોડી નખાવ્યા ?
એન્જિનીયર એ કહ્યુ : " મે રાજ્ય ના મુખ્ય પ્રધાન ના હુકમ થી થાંભલા પાડી નાખ્યા છે "
રાજાએ દરબાર માં તાબડતોડ મુખ્ય પ્રધાન ને હાજર કર્યા અને એને પુછ્યુ તમે થાંભલા કેમ તોડી નખાવ્યા ?
મુખ્યપ્રધાન : " મહારાજ મેં રાજ્ય ની પ્રજાની સલામતી અને રક્ષા માટે આ થાંભલા તોડી નાખ્યા છે "
રાજા : પ્રધાનજી આમ ગોળગોળ વાત ના કરો જે હોય એ સ્પષ્ટ વાત કરો "
મુખ્યપ્રધાન : " મહારાજ શ્રી કાલે સાંજે મને એક જ્ઞાની સંત મહાત્મા મલ્યા હતા.. એમણે મને કહ્યુ કે આજે રાત્રે આપણા રાજ્ય ની જમીન નીચે થી એક દિવ્ય સક્તિ પસાર થવા ની છે આ દિવ્ય શક્તી નો પાવર એવો હસે કે એ વિજળી વાયર માં થી પસાર થાય તો આખા રાજ્ય માં ભયંકર હોનારત સર્જાઈ જાત અને રાજ્ય ના લોકો ઘડીક માં મરી જતા ... આથી લોકો ના જિવન બચાવવા મે રાતોરાત બધા જ થાંભલા તોડી પડાવ્યા "
મુખ્યપ્રધાન ની વાત સાંભળી રાજાએ ખુસ થઈ કહ્યુ : " વાહ પ્રધાનજી તમારી આ દરદર્સીથી રાજ્ય ની જનતા એક મોટી આફત માંથી બચી ગયા "

લોકો પણ આ વાત સાંભળી જયજયકાર કરવા લાગ્યા ... દિવ્ય શક્તિ રૂપી કાલ્પનિક હોનારત થી બચી જવા નો આનંદ વ્યક્ત કરવા લાગ્યા અને કાળાબજાર અને ભ્રષ્ટાચાર જેવા ખરા દુશ્મન ને ભુલી ગયા... ગામ આખા માં એક કાલ્પનિક દુશ્મન ને ખતમ કરવા નો આનંદ અને હરખ ચોરેચોટે વ્યાપી ગયો

--- હરિસંકર પરસાઈ ના વ્યંગ નો ભાવાનુવાદ

અટાણે દેશ ની હાલત પણ આવી જ છે ભ્રષ્ટાચારિઓ અને કાળાબજારિયા ઓ ના કાલ્પનિક ખાત્મા ના આનંદ માં લોકો હાડમારીઓ સહન કરી રહ્યા છે

મનોજ કાલરીયા
મોરબી