27 November 2016

*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે એમ એમ વધારે ગમતી જાય છે*

પાણી માં પોતાનું પ્રતિબિંબ દેખાવા માટે ત્રણ શરતો છે..

1. પાણી ઉકળતું ના હોવું જોઈએ..
2. પાણી મલિન ( ડોળુ ) ના હોવું જોઈએ..
3. પાણી માં તરંગો ના હોવા જોઈએ..

બસ એજ રીતે જો આત્મા માં પરમાત્મા ના દર્શન કરવા હોય તો..

1. મન માં ક્રોધ ના હોવો જોઈએ..
2. મન મલિન ના હોવું જોઈએ..અને
3. મન માં તુષ્ણાંઓના તરંગો ના હોવા જોઈએ..!

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,

પોતાના મો *ચડાવી* બેઠા ને
પારકા *હસાવી* જાય છે...

જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે....

કયાં *સમય* છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ *"બેસવા"* જઈએ છીએ.

*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*😊