27 January 2017

સારું થયું આઝાદ થઈ ગયા

"સારું થયું 
આઝાદ થઇ ગયા...!"

સારું થયું આઝાદ થઇ ગયા. 
એ ગોરા સાલ્લા રસ્તા પર થુકવા દેતા નોતા, 
રસ્તા પાણી થી ધોતા હતા, 
આપણે કેટલા નસીબ- વાળા ? 
ગમે ત્યાં થૂકી શકયા,
ગુટખા ખાઈ.

સારું થયું આઝાદ થઇ ગયા.

તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા, 
મૂરખા રાશન માં સારું અનાજ આપતા, 
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજ- માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,

સારું થયું આઝાદ થયા.

એ મૂરખ અંગ્રેજો 
શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા, 
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા, 
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા,

સારું થયું આપણે આઝાદ થયા.

એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો- ને ભીખ માગવા દેતા નોતા,
એ બધા આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા, 
હવે બાળકો નું અપહરણ કરી, 
અપંગ બનાવી, 
ભીખ મગાવી ઉદાર આપણે થયા,

સારું થયું આઝાદ આપણે થયા.

એ ફિરંગીઓ, લાંચ ખાવા દેતા નોતા, 
એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા, 
હવે આપણે લાંચિયા ની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા,

સારું થયું આઝાદ થઈ ગયા