29 January 2017

*એક નાનકડી વારતા*

*એક  નાનકડી  વારતા*
એક વાણીયા થી લક્ષ્મીજી રિંસાઇ ગયા. જતી વખતે બોલ્યા, હું જઇ રહી છું અને મારી જગ્યાએ તોટો (નુકશાન) આવી રહ્યો છે. તૈયાર થઇ જાવ. પણ જતાં પહેલાં તને અંતિમ ભેટ આપવા માંગું છું. જે ઇચ્છા હોય તે માંગ.
વાણીયો બહું સમજદાર હતો. તેણે વિનંતી કરી, તોટો આવે તો ભલે આવે પણ તેને કહેજો કે, મારા પરિવાર માં આપસી પ્રેમ જળવાઇ રહે. બસ આ જ મારી ઇચ્છા છે.
લક્ષ્મીજી એ તથાસ્તુ કહ્યું.
થોડા દિવસો પછી :-
વાણીયા ની સૌથી નાની વહુ ખિચડી બનાવી રહી હતી. એણે મીઠુ વિગેરે નાખી, બીજા અન્ય કામમાં લાગી ગઇ. ત્યાં બીજા છોકરા ની વહુ આવી, અને એણે વગર ચાખ્યે મીઠુ નાખી ને ચાલી ગઇ. આમ ત્રીજી, ચોથી વહુઓ એ મીઠુ નાખ્યું અને ચાલ્યા ગયા. એમની સાસુ એ પણ એમ જ કર્યું.
સાંજે સૌથી પહેલાં વાણીયો આવ્યો. પહેલો કોળીયો મોઢા માં નાખ્યો, સમજી ગયો. મીઠુ વધારે છે. એ સમજી ગયો. તોટો (હાનિ) આવી ગયો છે. ચૂપચાપ ખિચડી ખાધી અને ચાલ્યો ગયો. એના પછી મોટો છોકરો આવ્યો. પહેલો કોળિયો લિધો, પૂછ્યું, પિતાજી એ ખાધું ? કાંઇ બોલ્યા ?
બધા એ ઉત્તર આપ્યો, હા ખાઇ લિધું, કાંઇ બોલ્યા નથી.
હવે છોકરા એ વિચાર કર્યો કે પિતાજી કાંઇ બોલ્યા નથી તો હું પણ ચૂપચાપ ખાઇ લઉં.
આ પ્રકારે ઘર ના અન્ય સભ્યો એક એક કરીને આવ્યા. પહેલાં વાળા પૂછે અને ચૂપચાપ ખાવાનું ખાઇ ચાલતાં થયા.
રાત્રે તોટો (હાનિ) હાથ જોડીને વાણીયા ને કહેવા લાગ્યો, *"હું જઇ રહ્યો છું."*
વાણીયાએ પૂછ્યું કેમ ?
ત્યારે તોટો (હાનિ) કહે છે, *" આપ લોકો આટલું મીઠુ ખાઇ ગયા, પણ બિલકુલ ઝગડો નથી થયો."*

નિચોડ :-
*ઝગડો, કમજોરી, તોટો નુકશાન ની ઓળખ છે.*
*જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મી નો વાસ છે.*
*સદા પ્યાર-પ્રેમ વહેંચતાં રહો. નાના-મોટા ની કદર કરો.*
*જે મોટા છે તે મોટા જ રહેશે, ચાહે તમારી કમાણી થી એની કમાણી વધારે હોય !*
*જરૂરી નથી કે, જે પોતાનું કાંઇ નથી કરતો તે બીજા નું કાંઇ નહિ કરે !*
*તમારા પરિવાર માં એવા લોકો પણ છે જેને પરિવાર ઉંચો લાવવા પોતાની બધી ખુશીઓ દાવ પર લગાવી દિધી હતી, પણ ગેરસમજ માં બધા પોત-પોતાનું અલગ-અલગ કરી બેઠા છો ! વિચાર જરૂર કરો.*
*જ્યાં પ્રેમ છે ત્યાં વિકાસ છે, લક્ષ્મી છે.*
               *જય   શ્રી   કૃષ્ણ*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏