26 February 2017

RTE (Right to eduction) હેઠળ ગરીબ ઘરના બાળકો ને ખાનગી શાળામાં મફત પ્રવેશ માટે સક્રિયતા માં નોંધપાત્ર વધારો થયો છે .

છેલ્લા એક-બે વર્ષ થી RTE (Right to eduction) હેઠળ ગરીબ ઘરના બાળકો ને ખાનગી શાળામાં મફત પ્રવેશ માટે સક્રિયતા માં નોંધપાત્ર વધારો થયો છે .

     સોશિયલ મીડિયામાં પણ લોકો આ બાબત નો પ્રચાર કરી કરી "બહેતી ગંગા માં હાથ ધોઈ પુણ્ય કમાવા " જેવી ધન્યતા અનુભવી રહ્યા છે .

   રાજ્યભરમાં સરકારે પણ ખાનગી શાળા માં મફત પ્રવેશ ની આ RTE ની કામગીરી પણ અમારા જેવા કેટલાક શિક્ષકો ને સોંપી દીધી છે . અને આ અમારા પગ પર કુહાડો મારવાનું કામ અમે નિષ્ઠા પૂર્વક કરીશું એ સરકાર/તંત્રને ભરોસો છે અને અમોને "વ્યવસાયિક આત્મહત્યા કરવા ના કીમિયા" વિષય માં નિપુણતા મળતી જતી હોય એવું લાગે છે .  નો-કરી માં જે સોંપાય તે નિષ્ઠા પૂર્વક કરીએ છીએ . 

   પણ ખાનગી શાળામાં જયારે કોઈ નબળી આર્થિક સ્થિતિ નું બાળક ભણવાનું શરુ કરે ત્યારે તેમના વાલીઓ ને કેવો તફાવત નડે છે તે ધ્યાન દોરવા વિનમ્ર પ્રયાસ કરું છું .

1) RTE હેઠળ બાળકની ફી માફ થાય છે અન્ય ખર્ચ નહીં .

2) સરકારી શાળામાં ડ્રેસ ના પૈસા પણ સરકાર આપે છે . ખાનગી શાળાના મોંઘા ડ્રેસ  ગરીબ વાલી ને પોસાય ?

3) સ્પોર્ટ્સ નો વળી જુદો ડ્રેસ . શૂઝ પણ બે ટાઈપ ના લેવાના !

4) સરકાર બંને સેમેસ્ટરમાં પાઠ્ય પુસતકો અને સ્વાધ્યાય પોથીઓ પણ વિનામૂલ્યે  આપે છેખાનગી શાળામાં આ ખર્ચ પણ ખુબ મોટો હોય છે .

5) ખાનગી શાળામાં સિંગલ લાઈન ડબલ લાઈન ફોર લાઈન ચેક્સ લાઈન પ્રયોગ પોથી જનરલ નોલેજ સંગીત ચિત્ર જેવા અનેક સ્ટેશનરી ખર્ચ આવે જ રખે છે . સરકારી શાળામાં આ બધું અમે સરકાર શ્રી કે દાતા શ્રી કે સ્વખર્ચ દ્વારા પૂરું કરાવીએ છીએ .

6)સાંસકૃતિક કાર્યક્રમો માં બાળક ના ડ્રેસ પાછળ પણ ખાનગી શાળામાં મોટા ખર્ચ આવે છે . સરકારી શાળામાં આવો ખર્ચ સ્ટાફ મેનેજ કરી લે છે .

7) કાયમ પ્રોજેક્ટ પાછળ બાળક માટે વાલીએ ખાસ સમય અને પૈસા ખર્ચવા પડે છે . સરકારીમાં આ ચિંતા પણ એના શિક્ષક જ કરે છે .

8) બાળકોને પ્રોત્સાહિત કરવા સરકારી શાળામાં અનેક પ્રકારના પ્રોત્સાહક ઇનામો અપાય છે .

9) બાળક જયારે માંદુ પડે કે પડે આખડે તો પણ એના શિક્ષકો એનો તબીબી ખર્ચ જ નહિ એની વિશેષ કાળજી પણ લેતા જ હોય છે .

   સરકાર બાળકને ખાનગી શાળામાં ફી આપી શિક્ષણ આપે એ નિર્ણય ને સલામ . પણ આ *છુપા કમરતોડ ખર્ચ,  *હિડન ચાર્જીસ,  *કન્ડિશન એપ્લાય  પણ વિચારવા જેવા છે . એ પછી જ કોઈ ગરીબ ઘરના બાળકને મોંઘી સ્કૂલમાં એડમિશન માટે તરફેણ કરવી .

માત્ર_બાળદેવોના_જનહિતમાં_જારી .