9 April 2017

Say Sorry ! My Son, Say Sorry ! 

છ છ કલાક સ્કુલ ને
ત્રણ ત્રણ કલાક ટ્યુસન ,
તો ય આ નોટ તારી કોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

ઘસી ઘસી ખવડાવી બદામ ,
વળી માથે તે ચોપડ્યું ઘી ,
યાદદાસ્ત માટે તે શંખપુશ્પી ની
કંઇ બાટલી પેટ માં ભરી ,
કેમ પણ કરી તને યાદ ના રહેતું લેશન ,
યાદ રાખે તુ સિરિયલ ની સ્ટોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે
બોલે નહીં પપ્પા બે ઠોકે ,
કોઇ જો પુછે કે ચાલે છે કેમ?
ત્યારે અમથું બોલાય જાય ઓકે !
મુડલેસ રહે તે મુંજી ગણાતું બાળ ,
મુડ માં રહે તે ટપોરી ,
Say Sorry ! My Son,
Say Sorry !

પંખી તો બચ્ચાં ને ઊડતાં શીખવે અને
માણસ બચ્ચાં ને આપે પીંજરું
મમ્મી તો મોર ની પ્રેકટિશ કરાવે,
થાય બાળક ને ટહુકાઓ ચીતરું,
મમ્મી ક્યાં જાણે કે
કોરી નોટબુક માં બાળ લાવ્યું છે
આખું આભ દોરી ,
Say Sorry !
My Son, Say Sorry !