2 May 2017

ખૂબ સહેલું છે કોક ને ગમી જવું, અઘરૂ તો છે, સતત ગમતા રેહવું..


❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના 'વિશે' બોલવા કરતાં કોઈની 'સાથે' બોલીએ ❜

❛  શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે.....પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે.... ❜

❛ હે " સ્વાથઁ"  તારો ખૂબ  આભાર. ..
એક તુ જ છે  કે જેણે લોકોને  એકબીજા  સાથે જોડીને  રાખ્યા  છે.... ❜

❛ મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરી નાખે છે... ❜

❛ બદલો લેવા મા શું મજા આવે,મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો.... ❜

❛ સંબંધ તો એવા જ સારા,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય ... ❜

❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે જમાનો ખરાબ છે ... ❜

❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં....
પણ ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં ... ❜

❛આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો.પણ આંસુ ત્યારે આવે છે,જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા ... ❜

❛ જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા... ❜

❛જો "નિભાવવાની" ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ "સંબંધ" ક્યારેય તૂટતો નથી.... ❜

❛ ડર એ નથી કે.....!
કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....!
ડર તો એનો છે કે.....!
લોકો હસ્તાં હસ્તાં....
બોલવાનું બંધ કરી નાંખે છે........ ❜

❛ તમારા ચહેરા પરનું સ્મિત એ  કુદરતે તમને આપેલી બક્ષિસ છે.પણ એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો
તો એ તમે કુદરતને આપેલી Return Gift છે... ❜

❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે...
સાથે ચાલવાની મજા કેવી હોય છે.... ❜

❛પાંચ પગથીયા પ્રેમના,
૧,જોવુ...
૨,ગમવું...
૩,ચાહવુ...
૪,પામવુ... આ ચાર સહેલા પગથીયા છે, સૌથી અઘરુ પગથીયુ છે પાંચમું
૫, નીભાવવુ..... ❜

❛ ખૂબ સહેલું છે કોક ને ગમી જવું,
અઘરૂ તો છે, સતત ગમતા રેહવું..... ❜