13 June 2017

શિક્ષાના મૂળ ક્યાં?

શિક્ષાના મૂળ ક્યાં? આ શિક્ષકની તેજસ્વીતાનો હ્રાસ છે? આવડત કે શૈક્ષણિક અમીરાતનો દુષ્કાળ છે? કે પછી શિક્ષકત્વ કરતા શિક્ષાનું મૂલ્ય ઊંચું થયું છે?
કદાચ ખાનગીકરણની દોડમાં વાલીઓની પંગુતા તો આ શિક્ષાની જનની નથી ને? સ્પર્ધામાં ટકી રહેવા ઘોડાની રેસ જોવા માંગતા માં-બાપની અભાનતા અને ઘોડ-દોડ શાળાઓના ચણાઓની લાહ્યમાં બિચારા (હા બિચારા જ, કારણ કે, તેમના આ ચણાથી જ તો ખિસ્સા ભરી શકાય) સંચાલકોને પણ આ જ રસ્તો દેખાય છે.
બગીચાના માળી પાસે બે વિલાક્પ હોય છે. એક કે દરેક છોડ ને યોગ્ય (!) રીતે કાપીને ચોક્કસ ઘાટ આપીને રમણીય (!) બગીચો તૈયાર કરવો. અને બીજો રસ્તો છે કે યોગ્ય ઊંચાઈ કે શોભા ધરાવતા છોડ કરી એવીરીતે ગોઠવવા કે જેથી બગીચો રમણીય લાગે. પ્રથમ પ્રકારમાં છોડ ને કાપવાની આવડત જોઈએ જયારે આ બીજા પ્રકારમાં છોડને ઓળખવાની આવડત જોઈએ. કમનસીબે બીજા પ્રકારની આવડત ધરાવતા સંચાલકો નથી અને એટલે તેઓ વાલીને પહેલા પ્રકારનો જ બગીચો બતાવીને વેપલો ચલાવે છે. આ કાપવાની વૃત્તિનું વરવું સ્વરૂપ એટલે શિક્ષા.

Fb post of partheshbhai pandya