2 July 2017

પ્રત્યક્ષ ક્ષણ ને પકડી અનંત એમાં જીવી લેજો!

મન નું મન માં રાખતા નહીં,
તક મળે ત્યાં બોલી દેજો!

ઘુંચ બનવા ની રાહ ના જોતા,
ગાંઠ મળે ત્યાં ખોલી લેજો!

હોઠ મળે જો કોરા ક્યાંય,
સ્મિત તમારું આપી દેજો!

પાંપણ મળે જો ભીના ક્યાંય,
અશ્રુ એના લૂછી લેજો!

અભિમાન ઓગળવા ની આવડત રાખી,
સ્વાભિમાન નું સૌંદર્ય પણ સાચવી લેજો!

અંત તો આવશે જીવનમાં અનેક,
પ્રત્યક્ષ ક્ષણ ને પકડી અનંત એમાં જીવી લેજો!