25 July 2018

*'મિશન વિદ્યા'* અંતર્ગત વાચન, લેખન અને ગણન કાર્ય કરાવતી વખતે અપનાવવા જેવી બાબતો.

*'મિશન વિદ્યા'* અંતર્ગત વાચન, લેખન અને ગણન કાર્ય કરાવતી વખતે અપનાવવા જેવી બાબતો..
👉🏾 *આવા બાળકની સાથે પ્રેમથી વર્તો અને વ્હાલ આપો.*

આવા બાળકો પોતાની થોડી ધણી કચાશથી સંકોચ અને ડર અનુભવતા હોય છે.જેથી એ ખુલ્લીને વાત કરી શકતા નથી..આપના પ્રેમ ભર્યા વર્તાવ અને વ્હાલથી એ ખુલશે અને ખીલશે..

👉🏾 *વિશ્વાસ સાથે હિંમત આપો.*

લાંબા સમયે આવા બાળકોએ પોતાના મનમાં ગાંઠ વાળી લીધી હોય છે કે *હવે મને આવડશે જ નહિં*...ત્યારે આવા બાળકને ખભે હાથ મુકી ને કહીએ કે તને આવડી જ જશે.. આવો વિશ્વાસ અને હિંમત આપીએ..

👉🏾 *આપણે શીખવવાની પધ્ધતિ બદલતા રહીએ*

કોઇ પણ એક જ્ઞાનેન્દ્રિયને લગતું વધુ પડતું શિક્ષણ કાર્ય બાળક માટે નિરસ બની રહે છે..
બાળક કઇ કઇ રીતે શીખે છે..??
*બાળક -*
- સાંભળીને શીખે છે
- જોઇને શીખે છે
- અનુકરણ દ્વારા શીખે છે
- જાતે કાર્ય કરીને શીખે છે
- મૂર્ત વસ્તુઓના ઉપયોગથી શીખે છે
- બીજા બાળકની મદદથી શીખે છે (પીયર ગૃપ લર્નિંગ)
- રસ પડે તેવી પ્રવૃતિ દ્વારા શીખે છે..
જો બાળક  અલગ અલગ રીતે શીખી શકતું હોય..તો આપણે પણ આપણી પધ્ધતિ બદલતા રહેવું જોઇએ..પણ, હા.. એકની એક *પધ્ધતિ કે સામગ્રી* નો અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું.

👉🏾 *દૈનિક પુનરાવર્તન*

કોઇ પણ કૌશલ્ય શીખવા માટે શીખવાના તબકકે તેની વારંવારિતાનું એટલે કે પુનરાવર્તનનું ખુબ જ મહત્વ છે. વાચન,ગણન અને લેખન એ કૌશલ્ય છે. આથી નવું શીખવતા પહેલા જે અગાઉ શીખી ગ્યા છે તેનું દઢિકરણ કરાવતું રહેવું જોઇએ. નિયમિત પલાખા લખાવીને પણ દઢિકરણ કરાવી શકાય..

👉🏾 *શિક્ષકશ્રીએ જાતે નિદર્શન (ડેમો) આપવું*

આપણે વાચન,ગણન અને લેખન ચકાસણી સમયે માત્ર સુચનો જ આપીએ છીએ. આવું ન કરવાના બદલે બાળકની જે ભુલ છે તે કેવી રીતે વંચાય... કેવી રીતે લેખન કરાય કે ગણાય તે શિક્ષકશ્રીએ બાળક સામે પહેલા જાતે જ કરી બતાવવું જોઇએ.
ટુંકમાં કહીએ તો  'અક્ષરો સુધારો ' ની માત્ર સુચના આપવાના બદલે.. બાળક સામે ચાર - પાંચ વાકયો લખીને બતાવવા જોઇએ. આવી રીતે વાંચીને બતાવવું જઇએ..તમે બાળક પાસેથી જેવી અપેક્ષા રાખો છો..તે બાળકની સામે તમે જ કરી બતાવો..

👉🏾 *જેટલું તપાસી શકો એટલું જ લખવા આપો*

વધારે પડતું લખવા આપીએ છીએ ત્યારે એ સંપુર્ણ ન ચકાસી શકવાના કારણે અથવા વ્યવસ્થિત ન તપાસવાના કારણે બાળકની જે ભુલો રહી જાય છે તે બાળક માટે સાચી અને દઢ બની જાય છે..પછી આવી ભુલો સુધારવી ખુબ જ કપરી છે..માટે જેટલું લખવા આપો એ ચકાસવું ખુબ જ જરુરી છે

👉🏾 *ઉતાવળ ન કરો..ધીરજ રાખો..*

આપણે જાણીએ છીએ કે દરેક બાળકની શીખવાની ઝડપ અલગ - અલગ હોય છે..ધીમી ગતિથી શીખનાર બાળક પાસે ખાસ ધીરજ રાખવી..
આપણી ઉતાવળના કારણે બાળકની સમજ સ્પષ્ટ થતી નથી..માટે ધીરજ પૂર્વક કામ લેવું..

   *બાળકની શીખવા માટેની પોતાની આગવી પધ્ધતિ હોય છે..બસ એ  પધ્ધતિ અપનાવીએ એટલે આપણે સફળ...!!*

*@prdpzl*