29 July 2018

સતત ગેરહાજર બાળકો જે ગામમાં જ રખડે છે કે મજૂરીએ માં બાપ સાથે જાય છે જેમને ભણવાની કોઈ તાલાવેલી કે ભૂખ જ નથી

કેટલાક પ્રશ્નો....
1. બાળક છેલ્લા 3 વર્ષથી શાળાએ આવતું જ નથી, વાલી સંપર્ક ઘણા બધા, વાલી નામ કાઢવાની ના પાડે, ગુણોત્સવમાં બાળક ગેરહાજર એટલે કે x1 માં 0,0,0 અને હવે પ્રિય બાળકના લિસ્ટમાં સામેલ થયું, શિક્ષકો દ્વારા ફરી સંપર્ક ,હજુ આવતું જ નથી તો આવા બાળકોનો x3 કે x4માં કઈ રીતે મૂલ્યાંકન કરશે? ફરી 0,0,0 જ ગુણ આવશે જ તો મરશે કોણ?

2. આવા સતત ગેરહાજર બાળકો જે ગામમાં જ રખડે છે કે મજૂરીએ માં બાપ સાથે જાય છે જેમને ભણવાની કોઈ તાલાવેલી કે ભૂખ જ નથી તો આવા બાળકો બિનજરૂરી રીતે મફત અને ફરજીયાત શિક્ષણ ના નામે શાળામાં ટકાવી રાખવામાં આવે છે , જો નામ કમી કર્યું તો આ બાળક કોઈ જગ્યાએ દાખલ ના થવાથી ફરી પાછું આઉટ ઓફ સ્કૂલ ના સર્વેમાં આવે એટલે એને શોધી પાછું જી.આર.માં લેવાનું તો આ સમસ્યાનો રસ્તો કોઈ અધિકારી બતાવી શકશે કે કઈ રીતે શાળા એવી બનાવવી જેમાં કોઈપણ જાતની મૂંઝવણ વગર એક આદર્શ શાળાનું નિર્માણ કરી શકીએ? એક વાત કહું કે જે શાળા ગમે તેટલું સારું કામ કરતી હોય પણ એના 10 કે તેથી વધુ બાળકો શાળાએ કદી પગ પણ ન મુક્તા હોય એ આદર્શ શાળા ન જ ગણાય.

3. બાળકને નપાસ ન કરવો, બસ ધક્કો મારીને આગળ મોકલે જ જાવ. ક્યાં સુધી આ કાયદો શિક્ષણની ઘોર ખોદશે? આજે 10% બાળકો આને હક સમજીને મન પડે એમ શાળાએ આવે છે અને ગેરહાજર રહે છે.

4. મિશન વિદ્યામાં આવા નબળા બાળકો મળશે જ, મિશન પહેલા અને પછી પણ કેમ કે જે બાળકો શાળાએ ગેરહાજર જ છે અને આવતા નથી એનું પરિણામ ઠેર નું ઠેર તો કઈ રીતે ચિંતા અને સમસ્યા મુલવવી?

#એક આચાર્યનો ઉકળાટ#