7 September 2018

માણસ બદલ સ્વીકારે તોજ સગપણ મજબૂત થાય છે*

દીકરા નું લગ્ન થયા બાદ મારું કિચન પૂરું બદલાઈ ગયુ છે. વહુએ કિચનને મોડર્ન બનાવી દીધું છે.

બહારથી કામ કરીને આવ્યા બાદ કિચન માં કૈક કૈક નવું બનાવવાની એને બહુ હોંશ છે.
પહેલા હું ચપ્પુથી બધું સમારતી હતી. હવે એ મશીન લઇ આવી છે.
સાચ્ચેજ જમવાનું બનાવવાનું કેટલું easy થઈ ગયું છે. *ઘણી સાસુઓ આ બદલ સ્વીકારવા તૈયાર નથી થતી*

અમારા વખતે આ નખરા નહોતા બાપા, અમે તો બધું હાથથી કરતા,આવું બોલીને વહુઓને ઓછપ આપવામાં ધન્યતા માને.
ઠીક છે ને....તમને જે સુખ નહીં મળ્યું એ વહુઓને મળે તો શું એમણે એ ભોગવવાનું નહીં ?
ઉલટાનું તમે પણ એની સાથે એન્જોય કરવાનો પ્રયત્ન કરો.
કાલે એમની વહુઓ આવશે તો હજી બદલાવ લાવશેજ ને.
આપણે પણ કુંડી ધોકો છોડીને મિક્સર અપનાવ્યોજ ને.તો પછી આવવા દો ને વિચારોમાં પણ બદલાવ.
યંત્રો સાથે રમવામાં પણ એક અનોખી મજા છે. એ લો. વહુએ હોંશ થી બનાવેલ પાસ્તા પણ ખાઓ.
પછી જુઓ એ તમારી હરેક વસ્તુ કેવી સ્વાદ થી ખાય છે.

મારી વહુ મારા હાથની બનેલ હરેક વસ્તુ ખાય છે અને મેં પણ અલગ સ્વાદ સ્વીકારી લીધો છે.

આપણા છોકરા માટે વહું પણ પોતાને બદલેજ છે ને....તો પછી આપણાં છોકરાના સુખી સંસાર માટે આપણે પણ થોડું બદલીએ તો શું વાંધો ?
છોકરાનો સુખી સંસારજ તો જોઈતો હોય છે ને માં ને.
*માણસ બદલ સ્વીકારે તોજ સગપણ મજબૂત થાય છે*

www.gujrativarta.xyz