1 September 2018

*L.L.B* ની પરીક્ષા માં વિદ્યાર્થી ને પ્રશ્ન પૂછયો

*L.L.B* ની પરીક્ષા માં વિદ્યાર્થી ને પ્રશ્ન પૂછયો

પ્રોફેસર :

જો તારે કોઇને સંતરુ આપવું હોય તો તું શું કહીશ ?.

વિદ્યાર્થી :
લે , આ સંતરુ.

પ્રોફેસર :
ના , કાયદાકીય ભાષામાં બોલ.

વિદ્યાર્થી :
હું નીચે સહી કરનાર ,
જાતે પોતે ,
પુરા હોશ-હવાસમાં
અને કોઇના દબાણમાં આવ્યા વિના આ ફળ
જેને ગુજરાતીમાં
" સંતરુ"
કહેવાય છે
અને
જેના પર મારો
સંપૂર્ણ માલિકીનો હક છે ,
તેને તેની છાલ , રસ , બીજ તથા કૂચા સહિત આખે આખું
હું તમોને આપું છું
અને
તેની સાથે એ વાતનો પણ બિનશરતી તથા સંપૂર્ણ અધિકાર આપું છુ કે,
તમે એને
કાપવા ,
છોલવા ,
ચિરવા ,
ચૂસવા
તથા
ફ્રીજમાં રાખી મૂકવા માટે
સંપૂર્ણપણે સ્વતંત્ર છો .
જો તમે ઇચ્છો તો
કોઇ અન્ય વ્યક્તિને
આ ફળના
છાલ ,
રસ ,
બીજ
તથા
કૂચા સહિત સંપૂર્ણપણે
અથવા
એનું વિભાજન તમારી સ્વેચ્છા મુજબ કરીને
આપી શકવા માટે પણ સ્વતંત્ર છો .
આથી હું જાહેર કરું છું કે,
આજ પહેલાં સંતરા બાબત થયેલી
કોઇપણ
તકરાર ,
વિવાદ
કે
રંગ બાબતની સંપૂર્ણ જવાબદારી મારી છે.
તથા
સંતરા સોંપ્યા બાદ તેના ઉપર
મારો કે મારા વંશ વારસા નો કોઇ
હક ,
દાવો ,
દાદ ફરિયાદ કે
હિત સંબંધ
રહેશે નહી .. ! ..

પ્રોફેસર :  બેહોશ...