એક શિકારી હતો તે દરરોજ જંગલમા તેતરનો શિકાર કરવા જતો...
તેતરનો શિકાર કરવામાં ખુબ જ તકલીફ પડતી...
એક વખત એને એક વિચાર આવ્યો કે આજે જે તેતર પકડાય તેને મારવું નથી પણ તેને પાળવું છે અને આથી શિકારી એક તેતરને પકડીને દરરોજ કાજુ બદામ પીસ્તા ખવડાવવા લાગ્યો...!
તેતરને તો મજા પડી ગઇ વગર મહેનતે સુકા મેવા જમવા મળતા હતાં...
થોડા સમય પછી શિકારી પાળેલા તેતરને લઇને જંગલમાં ગયો, ઝાળ બીછાવીને પાળેલા તેતરને તેના પર બેસાડી દીધું...
પાળેલુ તેતર જોરશોરથી પોતાની જ્ઞાતિને બોલાવવા લાગ્યું, બીજા તેતરોને એમ લાગ્યું કે આપણી જ્ઞાતિનુ બોલાવે છે એટલે જાવુ જ પડશે..!
તેતરો ભેગા થઇને આવ્યાં અને જાળમા ફસાઈને શિકારીના શિકાર બની ગયા. આવુ દરોજ બનતું શિકારીને આસાનીથી શિકાર મલી જતો અને તેતરને વગર મહેનતનો ચારો...!
અમુક રાજકીય પક્ષોએ આવા તેતરો પાળેલા છે, અને હવે ચુંટણી નજીક આવે છે પાળેલા તેતરો જંગલમાં રવાના થઇ ગયા છે...
અને પોતાની જ જ્ઞાતિઓને શિકારીના શિકાર બનાવી રહ્યા છે જેના બદ્લામાં કાજુ બદામ ખાઇ રહ્યા છે...
માટે આવા તેતરો થી બચવુ...
લાગતા વળગતાં એ માથે ના ઓઢવુ....