17 October 2018

આપણે કામ કરવું જ છે પણ આપણો આદર જળવાય એ પણ એટલું જરૂરી છે.

શિક્ષકોનું અવમૂલ્યન કોણે કર્યું?
(સવારે)
BLO  : બહેન, મતદાર યાદીમાં આપની વિગતોમાં કોઈ ભૂલ હોય તો ચેક કરવાની છે.
મતદાર (બહેન) : તમારે લોકોને આવવાનો કોઈ ટાઈમ હોય છે? પૂજાના સમયે સવાર સવારમાં આવી જાઓ છો...!!!
(બપોરે)
BLO : બહેન,મતદાર યાદી માં આપની વિગતોમાં કોઈ ભૂલ હોય તો ચેક કરવાની છે.
મતદાર (બહેન) : તમારે લોકોને આવવાનો કોઈ ટાઈમ હોય છે? ખરા બપોરે ઊંઘવા પણ નથી દેતાં...!!!
(સાંજે)
BLO : બહેન,મતદાર યાદી માં આપની વિગતોમાં કોઈ ભૂલ હોય તો ચેક કરવાની છે.
મતદાર (બહેન) : તમારે લોકોને આવવાનો કોઈ ટાઈમ હોય છે? સાંજે માણસ થાકીને ઘેર આવે તો બે ઘડી આરામ કરવાનો હોય કે નહિ...!!!
આ સિવાય પણ કેટલાક સંવાદો :
"ખાખરા નથી લેવાના."
" જાઓ ત્યારે દરવાજો બંધ કરતા જજો."
"બહાર ઊભા રહો."
"સિક્યોરિટી રજીસ્ટર માં એન્ટ્રી કરીને આવ્યા છો?"
"તમારે તો મફતનો પગાર લેવાનો...!!"
"હું ફલાણા કલેક્ટર કે નાયબ કલેક્ટર ને ઓળખું છું. "
"હું ફલાણી પાર્ટીનો ઢીંકણો હોદ્દેદાર છું. "
વગેરે વગેરે વગેરે....
સાલું શિક્ષકો ને પળેપળ કેવો અહેસાસ કરાવવામાં આવે છે??!!!
શિક્ષકનું આ અવમૂલ્યન સમાજને ભારે પડવાનું છે....
જે કામ માટે નિયુક્તિ થઈ છે એનું તો મહત્વ જ નથી રહ્યું અને તોયે પાછું મૂલ્યાંકન તો એના આધારે જ....!!!
બસ, બહુ થયું સ્વમાન ના ભોગે તો નહિ જ......
જે કચેરીઓ આપણી પાસે સ્વચ્છતા પખવાડિયાના ફોટા માગે છે એની સ્વચ્છતા મેં નજરે જોઈ છે....!!!
આપણી મિનિટોનો હિસાબ રાખનારા ટેબલ પર 12-12 વાગ્યા સુધી કોઈ નથી હોતું એ મેં નજરે જોયું છે....!!!
બહુ લખી શકાય તેમ છે પણ જરૂરી નથી લાગતું કારણકે આપ બધા બધું જાણો જ છો....
માત્ર એક જ વિનંતી..... સ્વમાન ના ભોગે તો નહિ જ.... આપણે કામ કરવું જ છે પણ આપણો આદર જળવાય એ પણ એટલું જરૂરી છે....
 

શિક્ષકસ્વાભિમાન