*આધુનિક દુનિયાની વ્યાખ્યા*
*પાણી ને વોટર ભરખી ગયું*
*હુંડી ને ચેક ભરખી ગયા*
*દિવાળીને ક્રિસમસ ગળી ગયું*
*કારતકને જાન્યુઆરી એ જલાવી દીધો*
*તિથિ ને તારીખે ટક્કર મારી...*
*ખાણુ ને વાળુ ડીનર ની ડીશમાં ગયું ..*
*આવો ગયું પધારો ગયું નમસ્તે ગયું "હાય" અને "હલ્લો" ના હાહાકારમા સ્નેહ ભીના શબ્દો ગયા*
*કાકા ગયા મામા ગયા માસા અને ફુવા ગયા એક અંકલ માં એ બધા ગરકાવ થયા ..*
*તહેવાર ગયા ઉત્સવ ના વહેવાર ગયા ...માત્ર party ને celebrations રહી ગયા*
*લાપસી, ખીર ને કંસાર ગયા... Cake & cocktail રહી ગયા*
*માણસ માંથી માણસાઈ ને સંબંધ ગયા ....ને કામ પુરતા જ માત્ર mobile numbers રહી ગયા*
ચાલો ને એક get-together કરીએ,
પરિવાર ના પાંખા માળામાં થોડી ડાળખીઓ add કરીએ,
કોણ બોલ્યું,
કોણ મૌન છે,
શું આપ્યું,
શું લઇ ગયા,
આ બધું મૂકીને એકબીજાના friend બનીએ,
નાના પાસેથી નવું શીખીએ,
મોટા પાસેથી જૂનું જાણીએ,
ચાલોને પંચાત મૂકીને બસ knowledge લઈએ,
ક્યાંક દર્દ,
ક્યાંક હાસ્ય,
ક્યાંક એકલતા,
ક્યાંક માનવતા,
ચાલોને સાથે મળીને એકબીજાના સ્વપ્નાઓ પૂરા કરવાની try કરીએ,
FB, WHATSAPP મૂકીને રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ,
ચાલો ને એક get-together કરીએ.. ...