29 April 2019

વેકેશન ગૃહકાર્ય

વેકેશન ગૃહકાર્ય

પૂજ્ય વાલીગણ,
કુશળ હશો.
આપણું બાળક લગભગ  દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપી એ છીએ જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ......
👉 દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.
👉 પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ  સમજે.
👉 તેમને રસોઈ કામમાં  મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.
👉 તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો.
👉 તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.
👉 જો દાદા  દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો.
👉 તેને તમારા વ્યવસાયની  જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.
👉 તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેજો અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવજો.
👉 તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ  સમજાવજો.
👉 તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.
👉 તેને ધૂળ માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની  ધૂળ નું મહત્વ  સમજે.
👉 તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો
બની શકે તો હોસ્પિટલ  અને અનાથશ્રમ ની મુલાકાતે લઈ જજો.
👉 તેને કરકસરનું મહત્વ સમજાવજો.
👉 મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપજો અને સાથે સાથે તેની દૂષણ થી પણ માહિતગાર કરો...
મોબાઈલ તો આપતા જ નહીં ફરજિયાત
👉 તેને નવી નવી રમતો શીખવો.
👉 ઘર ના દરેક સભ્ય નું મહત્વ કેટલું એ સતત તેને અનુભવ કરવા દો.
👉 મામા કે ફઇના ઘરે જરુર મોકલો.
👉 ટીવીની જગ્યા એ જીવરામ જોશી ની કે અન્ય બાળવાર્તા ની બુક્સ ફરજિયાત વચાંવો.
👉 તમો એ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો.
👉 રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહો બની શકે તો રામાયણ અને મહાભારત થી વાકેફ કરો.
👉 રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરો.
👉 ખાસ....
મોબાઇલ થી તો દૂર જ રાખો... એમને રમવા દો, પડવા દો, આપો આપ ઊભા થવા દો........

બસ એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બનાવવા દેશો....
અને હા...તમારી * .....................પ્રા.શાળા *જ સૌથી ઉત્તમ છે એ વાત એને બરાબર સમજાવી શાળા પ્રત્યેનો એનો આદરભાવ કેળવવાનું ન ચૂકતા..