17 May 2019

રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યારે જ હોય છે... હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી.

આજે સવારે.....વહેલા ઓફિસ જઈ પહેલું... કામ રાજીનામું લખી...ને મારા સાહેબ ના ટેબલ  ઉપર મૂકી દીધું.....
અને હોસ્પિટલે મમ્મી પાસે જતો રહયો...
હોસ્પિટલ પહોંચી..સાહેબ..ને ફોન કરી ફક્ત એટલું કીધું...આજે હું ઓફિસે નહીં આવી શકું....

સાહેબ ની આદત મુજબ..બોલ્યા ભાવેશ...હમણાં.. હમણાં...તારી ..રજાઓ બહુ પડે છે....કામ મા ધ્યાન નથી...આવું લાંબુ કેમ ચાલસે ?
મે ફક્ત એટલું જ કીધું.. સાહેબ..તમારા ઉપર છોડી દઉં છું....તમે તમારી રીતે સાચા છો.. તમારો આખરી નિર્ણય મને માન્ય છે...કહી મોબાઈલ મે કટ કર્યો...

મારી પત્ની કહે...કોણ હતું...
સાહેબ...મેં કીધું

આ તું જોવે છે..રોજ..રોજ મમ્મી ની તબિયત બગડતી જાય છે...ડૉક્ટર એ હાથ અધ્ધર કરી દીધા છે...મારા થી તો હાથ અધ્ધર ના થાય...

પથારી ઉપર સુતેલ લાચાર અસહાય માઁ મારી સામે જોઈ... ધીરે.. ધીરે બોલે છે... ઓફિસે જા.. બેટા..અહીં કહી કામ નથી...
પણ તેની લાચાર આંખ કહી રહી હતી..બેટા અહીં બેસ....સારૂ લાગે છે..

મેં કીધું...માઁ..હું...અહીં છું...
તું ઓફિસ ની ચિન્તા ના કર...
માથે હાથ ફેરવી હું બોલ્યો..... બચપન માં તે બહુ માથે હાથ ફેરવ્યો છે...હવે મારો વારો આવ્યો છે..માઁ
તો હું કઈ રીતે તને છોડી ને જઈ શકું ?

મારા મોબાઇલ મા રિંગ વાગી...સાહેબ નો ફરી થી ફોન આવ્યો... હું સમજી ગયો...સાહેબે રાજીનામું...વાંચી લીધું લાગે છે......
યસ સર...મેં કીધું...
સાહેબ બોલ્યા...ભાવેશ..તારું રાજીનામુ..મૅનેજીગ ડિરેક્ટર ના ટેબલ ઉપર મૂક્યું...છે..તેઓ તને રૂબરૂ મળવા માંગે છે...તો થોડો સમય કાઢી આવી શકીશ ?
મેં કીધું ...યસ સર...પ્રયત્ન કરું છું...

મારી પત્ની એ કીધું.. તમે જઈ આવો.. હું અહીં બેઠી છું...

હું...ઓફિસે પોહચ્યો... MD એ અંદર બોલાવ્યો....
આવ ભાવેશ.... તને શું તકલીફ પડી કે અચાનક રાજીનામું ?
કોઈ સ્ટાફ, મેનજમેન્ટ..તરફ થી તકલીફ.... ?
તને ખબર છે..હું જનરલી રાજીનામુ સ્વીકારી લઉ છું...
પણ તું અહીં વીસ વર્ષ થી એક નિષ્ઠા.. વફાદારી થી કામ કરે છે...તો મારી પણ ફરજ બને છે..કે હું..રાજીનામુ પાસ કરતા પહેલા તારી લાગણી, અને તારી તકલીફ સમજી લઉ.....

સર..પહેલા તો દિલ થી તમને વંદન..એક ઉચ્ચ જગ્યાએ બેસી ને પણ આપ આવી નમ્રતા થી વાત કરી શકો છો...

હું સમજુ છું જે કંપની એ મને માન, સ્વમાન આપેલ છે..તેની પ્રત્યે પણ મારી ફરજ છે..

પણ સર...આજે.. મારી માઁ હોસ્પિટલ મા છેલ્લા દીવસો ગણી રહી છે...ડોક્ટરો એ આશા છોડી દીધી છે....કેટલા દિવસ કાઢશે એ ખબર નથી સાહેબ..એટલી ખબર છે થોડા દિવસ ની મહેમાન છે..
આવા સંજોગો મા..એક..એક દિવસ ની રજા માંગી...માંગી ને હું માનસિક અને નૈતિક રીત થાકી ગયો હતો...
નતો હું ઘર ની ફરજ બજાવી શકતો હતો..નતો ઓફિસ ની...
પિતાજી છે નહીં....
નાના પરિવાર ના ફાયદા સામે આ પણ એક વીક પોઇન્ટ છે...અત્યારે હોસ્પિટલ ની જવાબદારી એકલા મારા માથે છે..

આપ જ બતાવો...હું..મારી માઁ ની   છેલ્લી અપેક્ષાઓ  થી ભરેલી આંખો સામે ..બહાનાં બતાવી ઓફિસ ની ફરજ કહી રીતે બજાવી શકું....

સાહેબ... મને માફ કરો...હું એટલો લાગણીહીન નથી થઈ શકતો...નોકરી તો હું બીજી ગોતી લઈશ....પણ...આ મારી માઁ ના પ્રેમ નો બદલો આપવા તો હું સક્ષમ નથી ..
પણ તેની છેલ્લી ક્ષણ મા..થોડો તેને સમય જો હું આપી શકીશ...તો હું મારી જાત ને ધન્ય ગણીશ....
નહીંતર આખી જીંદગી હું મારી જાત ને કદી માફ નહીં કરી શકું.....

MD મારી લાગણી ભરેલા શબ્દો શાંતિ સાંભળતા હતા...ત્યાંજ હોસ્પિટલે થી પત્ની નો મોબાઈલ આવ્યો...મમ્મી ની તબિયત વધારે  બગડી છે..તમને બહુ યાદ કરે છે..જલ્દી આવો...

MD સમજી ગયા...ચિંતા ના કર હું તારી સાથે આવું છું...

અમે હોસ્પિટલ પહોંચ્યા... ડોક્ટરો ની દોડા દોડી... વચ્ચે અમે ICU માં પહોંચ્યા...મમ્મી મારી જ રાહ જોતી હોય તેમ લાગ્યું
બોલવા ની તાકાત ન હતી.
હું ..બાજુ મા ગયો.. તે અંતિમ ક્ષણ મા પણ પોતાની છેલ્લી તાક્ત વાપરી બેઠી થઇ..અને મને ભેટી અને મારા ખભા ઉપર તેને છેલ્લા શ્વાસ છોડી દીધા...  આ દ્રશ્ય જોઈ હોસ્પિટલ ના ICU નો સ્ટાફ ની પણ આંખો ભીની થઇ ગઇ....
મારા થી બોલાઈ ગયુ...માઁ નો પ્રેમ સમજવા માટે કેટલીયે..જીંદગી ઓછી પડે....

મારા MD ની આંખ પણ ભીની થઇ ગઇ....એ બોલ્યા.. ભાવેશ..તું ...મહાન નહીં પણ નસીબદાર પણ છે....મને પણ ખબર હતી...મારી માઁ છેલ્લા દીવસો ની મહેમાન છે...હું કંપની નો માલિક હોવા છતાં પણ હું તારા જેવી હિંમત ના કરી શક્યો....કદાચ મેં હિંમત કરી હોત.. તો મારી માઁ પણ તેનો ભાર મારા ખભા ઉપર હળવો કરી શકી હોત..... ખેર...નસીબ..નસીબ ની વાત છે..રજાઓ ની ચિંતા કરતો નહીં..બધી ક્રિયા કાંડ કરી શાંતિ થી ઓફિસ જોઈન્ટ કરી દેજે...કહી કામ કાજ હોય તો કહે જે..

સાહેબ... મારી માઁ એ મારા ખભે જીવ છોડ્યો છે...તે તૃપ્ત થઈ ગઈ છે.. કોઈ ક્રિયા કાંડ કે બેસણા ની જરૂર નથી...જે લોકો ની લાગણી હતી ..તે હોસ્પિટલે  મળી ગયા..હવે ફોટા પાસે રડી કે હાથ જોડી કોઈ ફાયદો નથી..

સાહેબ..હોસ્પિટલ ની ડ્યૂટી આજે મારી અહીં પુરી થઈ છે....
રજા ની જરૂર સ્વજનનો ને જીવતા હોય ત્યારે જ  હોય છે... હવે રજા ઓ પાડવાનો કોઈ મતલબ નથી...હું કાલ થી ડ્યૂટી જોઈન્ટ કરું છું....

MD મારા ખભે હાથ મૂકી બોલ્યા..dear
SHOW MUST GO ON