15 February 2015

એક ડોકટર પોતાની હોસ્પીટલ પર એક અંગત મિત્ર સાથે વાતો કરી રહ્યા હતા. થોડા સમય પછી એક દર્દી ડોકટરની ચેમ્બરમાં આવ્યો. ડોકટરે મિત્ર સાથેની વાત અટકાવીને દર્દીને તપાસ્યો અને પોતાની પાસે જ હતી તે દવા દર્દીને આપીને કહ્યુ , " ભાઇ , આ દવા મોઢામાં મુકીને તરત જ ગળે ઉતારી જજો. વધુ સમય મોઢામાં નહી રહેવા દેતા."
દર્દી ગયો એટલે બંને મિત્રો ફરીથી વાતે વળગ્યા. હજુ તો વાત આગળ ચાલે એ પહેલા બીજો દરદી ચેમ્બરમાં દાખલ થયો. ડોકટરે એને પણ તપાસી અને દવા આપી. દવાની સાથે સાથે એક સલાહ પણ આપી. " ભાઇ , આ દવા મોઢામાં મુકીને થોડીવાર ચગળજો અને પછી એને ગળે ઉતારજો."
ડોકટરનો મિત્ર વિચારે ચડ્યો કે બંને દર્દીઓને દવા લેવા માટેની જુદી જુદી સલાહ કેમ આપી ?
એમણે પોતાના મિત્રને જ આ પ્રશ્ન પુછ્યો એટલે મિત્રએ સ્પષ્ટતા કરતા કહ્યુ , " અરે દોસ્ત એમાં એવું છે કે પહેલા દર્દીને મેં જે દવા આપી એ ખુબ જ કડવી હતી એટલે જો મોઢામાં રહે તો આખું મોઢું કડવું થઇ જાય અને બીમારીની સ્થિતીમાં બીચારો વધુ દુ:ખી થાય. બીજા દર્દીને જે દવા આપી એ મીઠી હતી એટલે એ જો મોઢામાં રાખી મુકે તો બધે જ મીઠાશ ફેલાઇ જાય અને આ મીઠાશની મજામાં બિમારીનું દુ:ખ થોડું હળવું થાય."
મિત્રો, આપણા જીવનમાં પણ દવા જેવી જ કડવી અને મીઠી અનેક ઘટનાઓ સતત બનતી રહે છે. કડવી ઘટનાને ગળી જઇએ મતલબ કે ભુલી જઇએ અને મીઠી ઘટનાને ચગળીએ મતલબ કે વાગોળીએ તો વિપરિત પરિસ્થિતીમાં પણ જીવન જીવવાની મજા આવશે.


JBBK
એક માણસ રેસ્ટોરેન્ટ માં દાખલ થયો પાછળ પાછળ એક શહામૃગ પણ આવ્યું માણસે જઈ ને ઓર્ડર આપ્યો ...એક પ્લેટ ગાંઠીયા જલેબી. બે કચોરી...અને કડક મીઠી સ્પે. ચાહ ...અને પાછળ શહામૃગ તરફ ફરી ને તને શું ખાવું છે ...શાહ મૃગ કિયે જે તમે ઓર્ડર આપ્યો ઇજ ...
થોડી વાર પછે વેઈટર બીલ લઇ ને આવીયો ...સાહેબ ૬૦ રૂપિયા ને ૮૦ પય્સા
 માણસે ખિસ્સા માં હાથ નાખી ને એક્જેક્ટલી ૬૦ રૂપિયા અને ૮૦ પય્સા કાઢી વેઈટર ને આપીયા ..
વળી બીજા દિવસે પણ માણસ આવીયો એજ ઓર્ડર આપીયો ...શહામ્રુગ પણ સાથે આવ્યું ...એમજ પાછુ વળી ને શહામ્રુગ ને પૂછ્યું અને શહામૃગે પણ એજ બોલ્યું કે જે તમે ઓર્ડર આપીયો ઇજ ...અને વળી બીલ આવ્યું ત્યારે ખિસ્સામાં હાથ નાખ્યો અને બીલ હતું એટલાજ ૬૦ રૂપિયા અને ૮૦ પય્સા નીકળિયા..
આવો જ શિરસ્તો આમજ ત્રણ ચાર દિવસ ચાલ્યો...
વળી એક દિવસ માણસ આવીયો રેસ્ટોરેન્ટ માં અને વેઈટરે એને જોતાજ પૂછ્યું
 કેમ સાહેબ દરવખત ની જેમજ ઓર્ડર માં એક પ્લેટ ગાંઠીયા જલેબી બે કચોરી અને સ્પે.ચહા જ ને..?
માણસ કિયે ના આજે મારે શનિવાર નો ઉપવાસ છે ...એક પ્લેટ ફરાળી ચેવડો...બે માવાના ગુલાબ જાંબુ ને એક સ્પે. બદામ વાળું દૂધ ....તરતજ શહામ્રુગ બોલ્યું મારા સાટું પણ ઇજ .
વેઈટર બીલ લઇ ને આવીયો ૧૦૫ રૂપિયા અને ૫૦ પય્સા...અને હંમેશ મુજબ માણસે ખિસ્સામાં હાથ નાખી ને તરત બહાર કાઢ્યો અને ગણ્યા વિનાજ વેઈટર નાં હાથમાં મુકીયા ..વેઈટરે ગણ્યા તો એક્જેકટ ૧૦૫ રૂપિયા અને ૫૦ પય્સા ..
હવે વેઈટર નાં આશ્ચર્ય નો પાર નો રહ્યો....એને માણસ ને પુછીજ નાખ્યું કે તમે ખિસ્સામાં હાથ નાખી ને કાઢો છો તો એક્જેક્ટલી બીલ જેટલાજ રૂપિયા કેવીરીતે નીકળે છે...
માણસ કિયે હું અમુક વરસ પહેલા ઘરનું માળિયું સાફ કરતો હતો ત્યારે મને એક પીતળ નો અલ્લાઉદીન નાં ચિરાગ નીકળ્યો અને ઘસી ને સાફ કર્યો તો એક જીન નીકળ્યું અને મને બે વરદાન લેવાનું કહ્યું ...
તો પહેલું વરદાન મેં એ માંગ્યું કે હું જે ખરીદું એનું બીલ હોઈ એક્જેક્ટલી એટલા રૂપિયા મારા ખિસ્સા માંથી દરેક વખતે નીકળે...કાર ખરીદું તો કાર જેટલા ....કપડા ...કે સોનું ખરીદું તો એના બીલ જેટલા...
વેઈટર કિયે વાહ સાહેબ તમે તો બહુ હોશિયાર ...બીજા હોઈ તો દસ વિશ લાખ માંગે ...પણ તમે તો આખી જિંદગી ભર નો બંદોબસ્ત કરી લીધો...પણ આ શાહામૃગ નું વળી શું છે....
માણસે મોટો નિશાસો નાખી ને બોલ્યો ....જાવા દે ને ભાઈ ..પણ તે પૂછ્યું એટલે કહું છું ....બીજા વરદાન માટે મને શું ઈંગ્લીશ નું ભૂત વરગીયું કે મેં ઈંગ્લીશ માં કીધું ....give me one tall chick with long legs who accompanies me wherever I go and agrees with everything I say".....
મોરલ : માણસ નું મગજ ત્યાંસુધી બ્રિલિયન્ટ હોઈ છે પણ જ્યારે સ્ત્રી વિશે વિચારવાનું શરુ કરે છે ત્યારે એનું મગજ બ્હેર મારી જાય છે....
JBBK


હું અમદાવાદ થી મુંબઈ જતો હતો.
એ ટ્રેન ના રીઝર્વેશન કોચ માં મારી સામે ગુમસુમ બેઠી હતી.
એનો ચહેરો જોઈને એના મન માં રહેલો ડર સાફ જણાઈ આવતો હતો કે જાણે હમણા ટીસી આવીને પકડી લેશે તો?
થોડીક વાર સુધી પાછળ વળીને ટીસી ને આવવાની રાહ જોઈ રહી હતી.
કદાચ વિચારતી હતી કે થોડાક પૈસા આપીને મનાવી લઈશ. જોઇને તો એમ લાગતું હતું કે જનરલ ડબ્બા માં બેસી નહિ શકી હોય એટલે અહી આવી ને બેસી ગઈ.
કદાચ લાંબી મુસાફરી પણ નઈ કરવાની હોય, સામાન ના નામ પર એના ખોળામાં ફક્ત એક નાની બેગ હતી.
મેં ખુબ કોશિશ કરી પાછળ થી એને જોવાની, કદાચ એનો ચહેરો સ્પષ્ટ દેખાઈ જાય પણ દર વખતે હું અસફળ રહ્યો.
ત્યાર બાદ થોડીક વાર પછી એ પણ બારી પર હાથ ટેકવીને સુઈ ગઈ અને હું પણ મારુ પુસ્તક વાંચવા લાગ્યો.
લગભગ ૧ કલાક પછી ટીસી આવ્યો અને એને ઊંઘ માંથી જગાડી.
 "ક્યાં જવું છે બેટા"
અંકલ નડિયાદ જવું છે
"ટીકીટ છે?"
ના અંકલ, જનરલ ની છે પણ ત્યાં ચઢી ના શકી એટલે અહી બેસી ગઈ.
 "તો પછી ૫૦૦ રૂપિયાનો પેનલ્ટી ચાર્જ ભરવો પડશે."
ઓહ પણ મારી પાસેતો અંકલ ૧૦૦ રૂપિયા જ છે.
 "એતો યોગ્ય નથી બેટા, પેનલ્ટી તો ભરવી પડશે."
સોરી અંકલ હું આગળ ના સ્ટેશન થી જનરલ માં જતી રહીશ, મારી પાસે સાચ્ચેજ પૈસા નથી... થોડીક ઉપાધી આવી ગઈ એટલે ઉતાવળ માં ઘરે થી નીકળી ગઈ. અને વધારે પૈસા લેવાનું ભૂલી ગઈ,, એટલું બોલતા બોલતા એ રોવા લાગી.
ટીસી એ એને માફ કરી અને ૧૦૦ રૂપિયા માં એને નડિયાદ સુધી રીઝર્વેશન કોચ માં બેસવાની પરમીશન આપી.
ટીસી ના જતાજ એને પોતાના આંસુ લુચ્છ્યા અને આમ તેમ જોવા લાગી, કે કોઈ એને જોઇને એની ઉપર હસતું નથી ને?
થોડીવાર પછી એને કોઈને ફોન કર્યો અને કહ્યું કે એની પાસે બિલકુલ પૈસા નથી. નડિયાદ સ્ટેશન પર ગમેતે કરીને કોઈરીતે પૈસા નો બંદોબસ્ત કરી આપે નહીતર એ સમયસર ગામ નહિ પહોચી શકે.
મારા મનમાં ઉથલ પુથલ થઇ રહી હતી, કોણ જાણે એની માસુમિયત જોઇને એની તરફ મન આકર્ષાતું હતું.
મન કરતુ હતું કે એને પૈસા આપું અને કહું કે ચિતા ના કર,, અને રડીશ નહિ, પણ એક અજાણી વ્યક્તિ માટે આવું કરવું થોડું અજીબ લાગે તેવું હતું.
એના ચહેરા પરથી લાગતું હતું કે સવારથી એણે કઈ ખાધું કે પીધું પણ નઈ હોય. અને હવે તો એની પાસે પૈસા પણ નહોતા...
ખુબ મનોમંથન બાદ અને આ ઉપાધી માં જોઈને મેં કોઈ ઉપાય શોધવાનું વિચાર્યું. જેમાં હું એની મદદ પણ કરી શકું અને ફલર્ટ જેવું પણ ના લાગે.
પછી મેં એક કાગળ લીધો અને એમાં એક મેસેજ લખ્યો...
 ..."ગણા સમયથી તમને હેરાન થતા જોઈ રહ્યો છું, જાણું છું કે એક અંજાન છોકરા તરફથી આ રીતે તમને નોટ (મેસેજ) મોકલવાનું અજીબ પણ હશે અને કદાચ તમારી નજર માં ખોટું પણ. પરંતુ તમને આ રીતે હેરાન થતા જોઇને મને મનમાં બેચેની થાય છે માટે આ મેસેજ સાથે ૧૦૦૦ રૂપિયા મોકલું છુ. તમને કોઈ ઉપકાર ના લાગે એ માટે મારું એડ્રેસ પણ મોકલું છું. જયારે તમને યોગ્ય લાગે ત્યારે મારા એડ્રેસ પર પૈસા પાછા મોકલી શકો છો. છતાં સાચું કહું તો હું નથી ઈચ્છતો કે તમે પૈસા પાછા આપો...
લી. અંજાન મુસાફર...
એક ચા વાળાની જોડે નોટ અને પૈસા મોકલાવ્યા, અને ચા વાળાને કહ્યું કે આ નોટ મેં મોકલી છે એ એણે જણાવે નહિ.
નોટ મળતાજ એને ૨-૪ વાર પાછળ વળીને જોયું કે કોઈ એની તરફ દેખતું હોય તો ખબર પડી જાય કે નોટ કોને મોકલી છે.
પણ હું તો નોટ મોકલીને તરતજ મોઢા પર ચાદર નાખીને સુઈ ગયો હતો. થોડીવાર પછી ચાદર નો છેડો હટાવીને જોયું તો એના મુખ પર થોડી રાહત જણાતી હતી. એની આંખોની ચમકે મારું દિલ એની તરફ ખેચી લીધું હતું.
પછી ચાદર નો છેડો હટાવી ને થોડી થીડી વારે હું એને જોઈ રહ્યો હતો. એવામાં ખબરજ ના પડી ક્યારે આંખ લાગી ગઈ અને હું સુઈ ગયો.
જયારે ઉઠ્યો અને જોયું તો એ ત્યાં નહોતી. ટ્રેન નડિયાદ સ્ટેશન પરજ ઉભી હતી અને એની સીટ પર મુકેલા કાગળ માં ટૂંકી નોટ લખેલી જોઈ. મેં તરતજ ત્યાં જઈને એ નોટ ઉઠાવી જેમાં લખ્યું હતું.
----------------
Thank you મારા અંજાન મુસાફર...
તમારું આ અહેસાન હું જીવનભર નહિ ભૂલું.
મારી 'માં' આજે મૃત્યુ પામી છે. એમનું મારા સિવાય બીજું કોઈ નથી માટે ખુબ ઉતાવળ માં ઘરે જઈ રહી છું. આજે તમારા આ પૈસાથી હું સમશાન જતા પહેલા મારી માં નો ચહેરો છેલ્લી વાર જોઈ શકીશ. એમની બીમારી ના કારણે એમના મૃત શરીર ને વધુ સમય ઘરમાં રાખી શકાય તેમ નથી.
આજથી હું તમારી કર્જદાર છું. બને એટલું જલ્દી તમારા પૈસા પરત આપી દઈશ.
----------------------
એ દિવસ થી એની આંખો અને એની સોમ્યતા મારા જીવનનો જાણે એક ભાગ બની ગઈ.
હું રોજ પોસ્ટમેન ને પૂછાતો હતો કદાચ કોઈ દિવસ એનો કોઈ લેટર આવી જાય..
આજે એક વર્ષ પછી એની ટપાલ મળી...
જેમાં લખ્યું હતું,
-----------------------
તમારો કર્જ ચુકવવા માંગું છું. પણ લેટર મારફતે નહિ તમને મળીને...
નીચે મળવાની જગ્યા નું સરનામું લખ્યું હતું.
અને અંતમાં લખ્યું હતું,
અંજાન મુસાફર.....