15 February 2015


શું તમારો ફોન ખોવાઇ થયો છે? તો આવી રીતે Deactivate કરી શકો છો

ગેજેટ ડેસ્કઃ વોટ્સએપની સિક્યુરિટીને લઇને અવારનવાર વિવાદ સર્જાતા રહે છે. હાલમાં આ ઇંસ્ટંટ મેસેજિંગ એપ વિશે સમાચાર આવ્યા હતા કે કોઇપણ યુઝર એક ટુલ્સની મદદથી તમારા વોટ્સએપને ટ્રેક કરી શકે છે. વોટ્સએપ ભલે તમને સુરક્ષાની ટિપ્સ આપે પરંતુ જો તમારો ફોન ચોરી થઇ ગયો હોય અથવાતો ખોવાઇ ગયો હોયતો કોઇ પણ વ્યક્તિ તમારા પર્સનલ મેસેજને વાંચી શકે છે. તમારા ચોરી થયેલા અથવા...તો ખોવાયેલા ફોનમાં થોડી જહેમત બાદ પણ વોટ્સએપને ડિએક્ટિવેટ કરી શકાય છે. Divyabhaskar.com તમને જણાવી રહ્યુ છે વોટ્સએપને ડિએક્ટિવેટ કરવાની ટીપ્સ

સ્ટેપ 1: સૌથી પહેલા સિમકાર્ડને બંધ કરાવો
વોટ્સએપ કંપનીએ પોતાના ઓફિસિયલ બ્લોગમાં આ જાણકારી આપી હતી કે કોઇ પણ રીતે વોટ્સેપ એકાઉંન્ટને બીજા ફોનથી પણ ડિએક્ટિવેટ કરી શકાય છે. જેના માટે સૌ પ્રથમ ફોન ખોવાયેલા ફોનનું સિમકાર્ડ ડિએક્ટિવેટ કરવો, જેથી કોઇ પણ વેરિફિકેશન કોડ અથવાતો કોલ એ સિમકાર્ડ પર નહી જાય

સ્ટેપ 2: એક અન્ય વોટ્સએપ એકાઉન્ટની જરૂર પડશે
એક વખત સિમને ડિએક્ટિવેટ કર્યા બાદ યુઝર્સને એજ નંબરથી બીજા વોટ્સએપ એકાઉન્ટની જરૂર પડશે. જોકે જરૂરી છે કે એજ નંબરથી એકાઉન્ટ બનાવો કારણ કે વેરિફિકેશન પણ એજ નંબર ઉપર થાય. જો કે આ પ્રોસેસ થાડી લાંબી છે પરંતુ ખોવાયેલા ફોનમાં વોટ્સએપ ડિએક્ટિવેટ કરવા માટે માત્ર આ એક જ ઉપાય છે. વોટ્સએપમાં એક વારમાં માત્ર એક જ નંબર એક્ટિવેટ કરી શકે છે.

સ્ટેપ 3: તમારા મેસેજ અને ફોટોઝને ડિલીટ કરો
વોટ્સએપ બીજા નંબર પર એક્ટિવેટ થતાજ એપ ફોલ્ડર તમારા ફોનમાં સેવ થશે. તેમાં સૌથી પહેલા ફોટોઝ અને તમામ બેકઅપને ડિલીટ કરીદો