26 May 2015

ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ

સ્ટેટ બેંક, એચડીએફસી અને એક્સિસ બેંકે છ મેટ્રો શહેરોમાં મફત એટીએમનો ઉપયોગ મહિનામાં પાંચ વખત સુધી સીમિત કરી દિધો છે. આવનારા દિવસોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ આ નિયમ લાગૂ પડી શકે છે. નિયમો લાગૂ થઇ ગયા બાદ તમારે એટીએમના ઉપયોગ માટે પૈસા આપવા પડશે. જો તમે એટીએમના ઉપયોગ માટે પૈસા ખર્ચવા ન માંગતા હો તો આ ટ્રિક્સનો ઉપયોગ કરો.
અન્ય શહેરના એટીએમનો ઉપયોગ કરો
જો તમે નાના શહેરમાં જઇ રહ્યા છો અને પોતાના શહેરમાં મહિનામાં 3 વખત એટીએમનો ઉપયોગ કરી ચૂક્યા છો તો નાના શહેરમાં એટીએમનો ઉપયોગ કરો. પોતાના શહેર ઉપરાંત તમે કોઇ બીજા શહેરમાં બે વખત વધુ ફ્રી એટીએમનો ઉપયોગ કરી શકો છો.
બેંકોની પોલિસીઓ જુઓ
એટીએમ મામલે દરેક બેંકની પોતાની પોલિસી હોય છે. જેમ કે, એસબીઆઇનો નિયમ એ છે કે જો ગ્રાહક એવરેજ માસિક બેલેન્સ 25,000 રૂપિયા જાળવી રાખે તો તે એસબીઆઇના કોઇપણ એટીએમમાંથી ગમે તેટલી વખત પૈસા ઉપાડી શકે છે. તેને કોઇ ચાર્જ નહીં લાગે. જો કોઇ વ્યક્તિ એવરેજ માસિક 1 લાખથી વધુ બેલેન્સ મેનટેન કરી રહ્યો છે તે તે એસબીઆઇની સાથે સાથે અન્ય બેંકોના એટીએમનો પણ ફ્રી યૂઝ કરી શકે છે. એવામાં પોતાની બેંકની પોલિસીના હિસાબથી એવરેજ બેલેન્સ મેનટેન કરીને પણ આવા ચાર્જિસથી બચી શકાય છે. તમે તમારી બેંક પાસેથી તેની જાણકારી લઇ શકો છો.
એટીએમ કાર્ડની લિમિટ વધારો
ઘણી બેંકોમાં વ્યવસ્થા છે કે તમે એક સાથે 10 હજાર રૂપિયા જ કાઢી શકો છો. પોતાની બેંક સાથે વાત કરો અને કાર્ડની વિથડ્રોઅલ લિમિટ વધારો. લિમિટ વધારવામાં પણ ધ્યાન રાખો અને જરૂર કરતાં વધારે ન વધારો. તેનો ફાયદો એ છે કે જો કોઇ ફ્રોડ થાય છે તો તમારૂ નુકસાન ઓછું થશે.
ટેક્નોલોજીનો ઉપયોગ કરો
આજકાલ લગભગ દરેક બેંક ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા આપે છે. આ સુવિધાનો ઉપયોગ કરો. જો તમારે ફક્ત બેલેન્સ ચેક કરવું છે તો એટીએમ જવાની જરૂર નથી. તેના માટે ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરો. બિલની ચૂકવણી કરવા માટે ઇસીએસ યૂઝ કરો. મોલમાં શોપિંગ કરી રહ્યા છો તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયો કરો. તેમાં ધ્યાન એ વાતનું રાખો કે કાર્ડથી ચુકવણી કરવા પર દુકાનદાર તમારી પાસે વધારે નાણાં તો નથી ખંખેરી રહ્યો ને.
મોબાઇલ એપનો કરો ઉપયોગ
ઘણી બધી બેંકોના મોબાઇલ એપ મોજુદ છે. પોતાની બેંકની મોબાઇલ એપ ડાઉનલોડ કરો અને તેના દ્ધારા તમામ કામ કરો
બ્રાન્ચમાંથી પૈસા ઉપાડવા છે, તો પણ રાખો ધ્યાન
નક્કી કરતાં વધારે વખત બેંકમાંથી નાણાં ઉપાડવા પર પણ ચાર્જ ચૂકવવો પડે છે. જેમ કે, એક્સિસ બેંકની બ્રાન્ચમાં મહિનામાં પાંચ ટ્રાન્ઝેકશન્સ ફ્રી છે. તેનાથી વધારે ટ્રાન્ઝેકશન્સ કરવા પર દરેક ટ્રાન્ઝેકશન દીઠ 100 રૂપિયાનો ચાર્જ છે. આઇસીઆઇસીઆઇ બેંકની શાખામાં પહેલા 4 ટ્રાન્ઝેકશન્સ મફત છે. ત્યાર બાદ તમારે દરેક ટ્રાન્ઝેકશનના 90 રૂપિયા આપવા પડે છે.
રાખો એક કરતાં વધારે એકાઉન્ટ
એક જ બેંક પર નિર્ભર ન રહો. એક-બે ખાતાં વધારે પણ રાખો. જેમાં કેટલીક રોકડ રાખો. જો કયારેક તમારી એક બેંકના એટીએમના ફ્રી ઉપયોગની મર્યાદા સમાપ્ત થઇ જાય તો આ બેંક ખાતામાંથી નાણાં ઉપાડી શકાય