26 May 2015

નોકરી ઈચ્છુક માટે રીઝયુમ બનાવવાની પ્રભાવશાળી ટિપ્સ..!!

નોકરી જોઇએ છે મસ્ત ? તો CVમાં ના કરો આ સામાન્ય ભૂલો
એક સારો અને પ્રભાવશાળી રેઝ્યુમે નોકરી મેળવવા માટેની દિશામાં આપનું પ્રથમ પગથિયું છે. સ્વાભાવિક છે કે આને બનાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આવો જોઇએ રિઝ્યુમે બનાવવાની કેટલીક ટિપ્સ
એપ્લોયરની જરૂરીયાત સમજો:
70 ટકાથી વધુ બાયોડેટા એટલા માટે રિજેકટ થઇ જાય છે કારણ કે કેન્ડિડેટ એક જ સીવી અને કવર લેટરને અલગ અલગ એમ્પ્લોયરની પાસે મોકલી આપે છે. જે જગ્યાએ આપ અરજી કરી રહ્યા છો તે હિસાબથી પોતાના સીવીને કસ્ટમાઇઝ કરો. કોપી-પેસ્ટ કરવામાં આવેલી જોબ એપ્લિકેશન એમ્પ્લોયરની ઉપર સારી અસર નથી છોડતી. પ્રથમ જાણો કે કયા પદ માટે સીવી મોકલી રહ્યા છો. તેના માટે અનુભવ કેવો જોઇએ વગેરે અને તે હિસાબે જ સીવીમાં ફેરફાર કરો.
પોતાની રીતે તૈયાર કરો અરજી:
સીવી બનાવવાની કોઇ એક ખાસ રીત નથી હોતી. આપને કોઇ ખાસ ટેમ્પલેટ કે ફોર્મેટ યુઝ કરવાની જરૂર નથી. પરંતુ કેટલીક જરૂરી સુચનાઓ કોઇપણ સંજોગોમાં જવી જોઇએ. જેમકે, નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સ, પ્રોફેશનલ સ્કિલ્સ, પ્રોફેશનલ એક્સપીરિયન્સ, હોબી વગેરે. પ્રથમ પાનાનો સૌથી ઉપરનો હિસ્સો પોતાની જોબ અંગે મહત્વની સૂચનાઓ આપવામાં કરવો જોઇએ. તમારો પાછલો અનુભવ, કોઇ સ્કિલ કે એકેડમિક ઉપલબ્ધિ હોઇ શકે છે.
સીવી હોય બિલકુલ સ્પષ્ટ:
નોકરીનો સીવી જેટલો સ્પષ્ટ હશે, તેટલો જ તેને વાંચવાનો સરળ થઇ પડશે. આપના સીવી જોઇ રહેલા એચઆરના લોકોને કંપનીની આ વાત માટે અલગથી કોઇ નાણાં નથી આપતી કે સીવી વાંચવામાં તેમને સંઘર્ષ કરવો પડે. તે વાતનો ખ્યાલ રાખો કે સીવી ગીચ ન હોવો જોઇએ કે તેમાં વધારે સ્પેસ પણ ન હોવી જોઇએ. હેડિંગ વગેરે માટે બોલ્ડ અને ઇટાલિકનો યુઝ કરો. બુલેટ પોઇન્ટસનો ઉપયોગ કરો.
કવર જરૂરી છે:
તે પદ માટે આપ કેમ બેસ્ટ છો તેવી એક નાનકડી નોટ જરૂર લગાવો. આપનું કવર લેટર આપના સીવી અને આપ જે રોલ માટે એપ્લાય કરી રહ્યા છો તેની વચ્ચે એક લિંકની જેમ કામ કરે છે. કવર લેટર આપના સીવીને પૂર્ણ કરે છે. પરંતુ તેમાં સીવીમાં આપેલી સૂચનાઓને જ રિપીટ ન કરો. કવર લેટરમાં આપ આખુ વાકય લખી શકો છો. ઇમેલથી એપ્લાય કરી રહ્યા છો તો ઇમેલની બોડી કવર લેટર જ હોવું જોઇએ.
કેટલીક જરૂરી બાબતો:
– સીવીના પહેલા પેજ પર સૌથી ઉપર રિઝ્યુમ વગેરે ન લખો. સૌને ખબર છે કે તે સીવીમાં જ છે.
– આવા વાક્યોને કૃપા કરીને ન લખોઃ A well-educated enthusiast who will undoubtedly make his mark in international commerce
– ઓબ્જેક્ટિવ, સમરી વગેરે છોડી દો તો જ સારૂ રહેશે. કારણકે આ બધી ફાલતુની ચીજો છે.
– પોતાને પોતાનું નામ કે હું એવા નામથી સીવીમાં સંબોધિત ન કરો. સીધું જ લખો Increased sales by Rs. 5,00,000
– પોતાનો અનુભવ દર્શાવતી વખતે તાજેતરનો અનુભવ સૌથી પહેલા બતાવો, ત્યાર બાદ તેનાથી પાછળનો અને ત્યાર બાદ સૌથી પાછળનો એમ ક્રમમાં આગળ વધો.
– હોબી કે રૂચી અંગે બતાવતી વખતે એવી ચીજો ન લખો જેને પેસિવ માનવામાં આવે છે. જેમ કે ટીવી જોવું કે વિડિયો ગેમ રમવી.
– રાષ્ટ્રીયતા અને મેરિટલ સ્ટેટસ જેવી સૂચનાઓ આપવાનો કોઇ ફાયદો નથી. તેનાથી બચો.
– સેલરી જે આપને અત્યાર મળી રહી છે કે પછી જે આપને જોઇએ છે કયારેય ન લખો.
– સ્લેન્ગનો યુઝ ન કરવો જોઇએ.
– મોડલિંગ અને એક્ટિંગના ક્ષેત્રમાં અરજી કરી રહ્યા છો તો ફોટો ન લગાવો, નહીં તો ફોટો લગાવવાની કોઇ જરૂર નથી.
– સીવીમાં પોતાના અંગે બતાવવાનું ઠીક નથી. પરંતુ તે ખોટુ ન હોવું જોઇએ. કોઇપણ સૂચના ખોટી ન આપો.
આવી ભૂલોથી બચો:
-સ્પેલિંગની ભૂલો
-ખોટો મેલ આઇડી
-સ્કીલ્સનું લિસ્ટ સામેલ ન કરવું
-બે પેજથી વધારેનો સીવી બનાવવો
-ફોટો લગાવવો
-કરીયર ઓબ્જેક્ટિવમાં જટીલ
-ભાષાનો પ્રયોગ
-ફની દેખાતા ફોન્ટ
-ફોન્ટ્સ વધારે મોટા
સાભાર: દિવ્ય ભાસ્કર.