26 May 2015

કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે.

આજકાલની ફાસ્ટ લાઈફ કલ્ચરને કારણે વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ સફેદ થઈ જાય છે. વાળ ડાઈ કરવા અથવા કાળ કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. પરંતુ લોકોને આ દેશી નુસખાઓની જાણ હોતી નથી અથવા તો લોકોને માર્કેટની અવનવી પ્રોડક્ટ્સ વાપરવાની ટેવ પડી ગઈ છે. પરંતુ જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો તેની સંભાળ માટે યોગ્ય ધ્યાન અને કેટલાક ખાસ દેશી પ્રયોગ અને ઘરેલૂ નુસખાઓનો પયોગ કરી શકાય છે. જે સરળની સાથે સસ્તા પણ છે અને આ ઉપાય કરવાથી તમારા વાળને વારંવાર ડાઈ અને કલર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.
જેથી આજે અમે તમને બતાવીશું કેટલાક એવા જ સરળ ઘરેલૂ નુસખા જેની મદદથી તમે નાની ઉંમરમાં સફેદ થયેલા વાળને ફરીવાર કાળા બનાવી શકો છો.
આગળ જાણો તે ખાસ પ્રયોગ વિશે જે અજમાવી તમારા સફેદ વાળ થઈ જશે કાળા……..
-વાળને દેશી રીતે કાળા કરવા માટે કેટલાક ઘરેલૂ નુસખા આ પ્રકારે છે. જેમાં સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યુકેલિપ્ટસનું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાતમાં લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.


-આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં નથી.
db2
-વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ નથી થતાં અને સફેદ વાળ કાળા થઈ જાય છે.
db1
-દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે.
-નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.
-ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.
db3
-તમે તમારા ઘરમાં વડીલો દ્વારા વાળમાં દેશી ઘીની માલિશ કરતાં જોયા જ હશે. ઘીથી માથાની ત્વચાને પોષણ મળે છે. દરરોજ ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.
– બે ચમચી હિના પાઉડર, એક ચમચી દહીં, એક ચમચી મેથી, 3 ચમચી કોફી, બે ચમચી તુલસી પાઉડર અને 3 ચમચી ફુદીનાની પેસ્ટ મિક્ષ કરીને વાળમાં લગાવવી અને ત્રણ કલાક બાદ શેમ્પૂ કરી લેવું. આ પ્રયોગ કરવાથી નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થઈ જશે.
-મેંદીમે નારિયેળ તેલમાં મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે અને સફેદ વાળથી છુટકારો મળશે. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવો.
-22 ગ્રામ આમળા, 200 ગ્રામ ભાંગરો, 200 ગ્રામ સાકર, 200 ગ્રામ કાળા તલ આ બધાંનું ચૂર્ણ બનમાવી લેવું અને દરરોજ 10 ગ્રામની માત્રામાં દરરોજ લેવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.
-વાળ ધોવા માટે લીંબૂનો રસ મિક્ષ કરેલા પાણીનો ઉપયોગ કરવાથી વાળ નેચરલ કાળા અને સ્વસ્થ બને છે.
db4
– નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.
– આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરવું અને માથામાં લગાવવું. આ ઉપાય રોજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.
– વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.
– નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે.
નારિયેળ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરીને રોજ વાળમાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.
– આમળા અને કેરીની ગોટલીને પીસીને માથામાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.
– વાળમાં લીમડાના તેલ અને રોઝ મેરીના તેલથી માલિશ કરવાથી વાળ કાળા થઈ જાય છે.
-ડુંગળીનું રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બમને છે.
– આમળાના રસમાં લીંબૂનો રસ મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને ચમકીલા બને છે.
તુરિયાને કટકા કરી તેને નારિયેળ તેલમાં કાળી થાય ત્યાં સુધી ઉકાલવું. ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લેવું. દરરોજ આ તેલને વાળમાં લગાવવું. ધીરે-ધીરે વાળ કાળા થવા લાગશે.
– તલનું તેલ વાળ માટે ફાયદાકારક હોય છે. સાથે જ તેનું સેવન પણ લાભકારક હોય છે જેથી ભોજનમાં તલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે.
-માથું ધોવામાં શિકાકાઈ શેમ્પૂ અથવા માઈલ્ટ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.
– એક કપ ચાનું પાણી ઉકાળી તેમાં એક ચમચી મીઠું નાખીને આ મિશ્રણ વાળ ધોવાના એક કલાક પહેલાં લગાવી દેવું. આવું નિયમિત કરવાથી વાળ કાળા થવા લાગે છે.