26 May 2015

ખરતા અને સફેદ થતાં વાળને રોકવાના સરળ ઉપાય

આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે વાળ કસમયે સફેદ થવાની અને ખરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. એમાંય બદલાતી સિઝનમાં વાળની સમસ્યાઓ વધુ થવા લાગે છે. આજકાલ તો નાની વયે જ વાળ સફેદ થવા લાગે છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે પરંતુ જો આપણે આપણી વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો સમય કાઢીને ઘરે જ કેટલાક દેશી ઉપચાર કરીએ તો વાળની અનેક સમસ્યામાંથી બચી શકાય છે. જી હાં, ઘરેલૂ ઉપચાર વધુ કારગર હોય છે અને તેની કોઈ આડઅસર થવાનો ભય પણ રહેતો નથી. જેથી આજે અમે તમારા માટે કેટલાક ખાસ આયુર્વેદિક અને સરળ ઉપચાર લઈને આવ્યા છે જેથી તમે વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.
ખરતા અને સફેદ થતાં વાળને રોકવાના સરળ ઉપાય…..
– તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલા મિશ્રણમાં એટલું નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ વાળમાં કરવાથી વાળ કાળા અને ચમકદાર બને છે અને વાળ અકાળે સફેદ નથી થતાં અને વાળને પોષણ મળે છે.
– ગ્રીન ટીને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. ચ્હાને ઉકાળીને ગાળી લેવી અને વાળ ધોતી વખતે ચ્હાના પાણીને વાળમાં નાખવું. આ વાળમાં કંડીશ્નર તરીકે કાર્ય કરે છે અને વાળને ચમકીલા અને મુલાયમ પણ બનાવે છે. સાથે શુષ્કતાને દૂર કરે છે.
– તજ અને મધને મિક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે. મધ ઘણી બિમારીઓમાં કારગર નિવડે છે જેથી મધના ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.
– દહીંમાં લીંબૂનો રસ મિક્ષ કરીને પ્રયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. દહીંમાં લીંબૂનો રસ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરી વાળમાં લગાવવી અને 30 મિનિટ બાદ વાળ ધોઈ નાખવા. આ એક કારગર નુસખો છે જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે અને વાળમાં નવી જાન આવી જશે. સાથે જો તમને ડેંડ્રફની સમસ્યા હશે તો તે પણ જડથી દૂર થઈ જશે.
– મધમાં અનેક ઔષધીય ગુણો હોય છે તે તો બધા જાણે છે પરંતુ આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભકારક હોય છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.
– ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિક્ષ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ તો ખરતા બંદ થાય જ છે સાથે વાળની અનેક સમસ્યા પણ દૂર થાય છે અને વાળ હેલ્ધી રહે છે.
– ખરતા વાળને અટકાવવા માટે દહીં અત્યંત કારગર ઘરેલૂ નૂસખો છે. દહીંથી વાળને પૂરતું પોષણ મળી રહે છે. જેથી વાળ ધોવાને 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું જોઈએ જ્યારે વાળ સૂખાઈ જાય ત્યારે વાળને ધોઈ નાખવા. આવું નિયમિત કરવાથી વાળની કોઈપણ સમસ્યા સર્જાતી નથી અને વાળ હેલ્ધી રહે છે.
– મેથી એક એવી શાકભાજી છે જે અનેક ગુણોથી ભરપુર છે. ન માત્ર મેથી પણ તેના પાન તથા બીજ પણ ખુબ ઉપયોગી છે. મેથીને ભોજનમાં સામેલ કરવાથી તે કંડીશનરનુ કામ કરે છે. મેથીના પાણીનો ઉપયોગ વાળ સફેદ થતા અટકાવે છે.
– તાજા આમળાનો રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે. સાથે ચોમાસામાં વાળ શુષ્ક અને રૂક્ષ થવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
-આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
-રાત્રિ જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું.
સાભાર: દિવ્ય ભાસ્કર.