26 May 2015

જાણો…ઘણી એવી જાણકારી છે જે બેંક તેના ગ્રાહકોને નથી જણાવતી

આજના સમયમાં લગભગ દરેક પરિવારમાં કોઈ એક વ્યક્તિનું બેક એકાઉન્ટ જરૂર હોય છે. વડાપ્રધાન જનધન યોજનાની શરૂઆત એટલા માટે કરવામાં આવી છે જેથી કરીને વધુમાં વધુ લોકને બન્કિંગ સુવિધા સાથે જોડવામાં આવે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે, બેંક તમને સંપૂર્ણ જાણકારી નથી આપતી, અથવા એમ કહો કે તેઓ કેટલીક વાત છુપાવતા હોય છે. અમને તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ એવી કેટલીક વાતો જે બેંત તમને જણાવવા નથી ઇચ્છતી.
એટીએમ ટ્રાન્ઝેક્શનની રીસિપ્ટ સાચવવી:
એટીએમ દ્વારા કરવામાં આવેલ દરેક ટ્રાન્ઝેક્શનની રીસિપ્ટ સાચવીને રાખવી જોઈએ, કારણ કે એટીએ એક મશીન જેમાં કરવામાં આવેલ દરેક ટ્રાન્ઝેક્શન માટે સાબિતી હોય છે રીસિપ્ટ. જો મશીન દ્વારા કંઈ ભૂલ તાય તો તે રીસિપ્ટથી તમને મદદ મળી શકે છે.
ઘણી વખત એટીએમ મશીન દ્વારા ટ્રાન્ઝેક્શન તો થઈ જાય છે, પરંતુ રૂપિયા નથી નીકળતા. આવી સ્થિતિમાં તમારે એટીએમની રીસિપ્ટ તમને કામ લાગી શકે છે. તમે તેને બેંકને બતાવી શકો છો અને તમારા નુકસાનની ભરપાઈ માટે કહી શકો છો.
બેંક પહેલા ગ્રાહકોને આવી કોઈ જાણકારી આપતા નથી હોતી. ઘણી વખત આ પ્રકારની જાણકારી આપવાથી ઘણા ગ્રાહકો એટીએમ પર ટ્રાન્ઝેક્શન કરવાથી ડરી જાય છે અને તેઓ ટ્રાન્ઝેકશન નહીં કરે તે કારણે બેંક આ પ્રકારની જાણકારી ગ્રાહકોને જણાવતી નથી.
ડેબિટ કાર્ડ ખોવાઈ જવા પર એકાઉન્ટની સુરક્ષા:
ઘણી વખત લોકો વિચારે છે કે ડેબિટ કાર્ડ રાખવું કે ક્રેડિટ કાર્ડ રાખવું જોઈએ. આ બન્ને કાર્ડના પોત પોતાના ફાયદા અને નુકસાન છે. પરંતુ જો વાત કાર્ડ ખોવાઈ જવાની આવે તો તમારું ક્રેડિટ કાર્ડ વધુ સુરક્ષિત છે.
ઘણી બેંકો તરફથી ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન પ્લાન (CPP) આપવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) તેમાંની એક છે, જે આ પ્રકારની સુવિધા આપે છે. તેના કારણે તમારું કાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં પણ તમારું ખાતું સુરક્ષિત રહેશે.
તમારી બેંક સાથે વાત કરો અને તેને પુછો કે શું બેંક આ પ્રકારની કોઈ સ્કીમ ઓફર કરે છે. મોટેભાગે જોવામાં આવ્યું છે કે, ઝંઝટોથી બચવા માટે બેંક તેના વિશે ખુદ કંઈ જણાવતી નથી હોતી.
કસ્ટમર પ્રિવિલેજ:
આજના જમાનામાં લગભગ દરેક બેંક પોતાના જૂના ગ્રાહકોને કંઈક ખાસ સુવિધાઓ આપતી હોય છે. ઘણી વખત કેટલાક લોકોને પોતાની લોનનો હપ્તો જમા કરાવવામાં મોડું થઈ જતું હોય છે જેના કારણે તેને દંડ ચૂકવવો પડતો હોય છે.
તમને જણાવીએ કે બેંકો પોતાના જૂના ગ્રાહકોને અન્ય ગ્રાહકોની અપેક્ષા વધુ સુવિધાઓ આપતી હોય છે. એવામાં જો તમે તમારી બેંક સાથે વાત કરો તો તમને ઘણા પ્રકારના દંડ અથવા ફી ચૂકવવામાંથી માફી મળી શકે છે.
વધુ વ્યાજવાળું બેંક ખાતું:
બેંક પોતાના ગ્રાહકોને ઘણાં એવાં ખાતાની ઓફર કરતી હોય છે, જેમાં વધુ વ્યાજ મળતું હોય. તમને જણાવીએ કે બેંક આવા સ્પેશ્યલ એકાઉન્ટ વિશે તમામ ગ્રાહકોને નથી જણાવતી હોતી.
કોઈ બેંક કેટલા પ્રકારના એકાઉન્ટ ઓફર કરે છે અને ક્યા એકાઉન્ટ પર શું ફાયદો છે અને શું નુકસાન છે તેના વિશે પણ તમારે જાતે જ જાણકારી મેળવવી પડે છે. આ રીતે રિસર્ચ કર્યા બાદ જો તમે કોઈ બેંકમાં રૂપિયા જમા કરાવો છો તો તમને વધુ ફાયદો મળવાની સંભાવના વધી જાય છે.
નાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન:
જો તમે કોઈ નાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા હોવ તો તમારે તેના માટો લોન લેવી હોય તો બહુ મુશ્કેલ થઈ જાય છે. બેંક નાના વ્યવસાય શરૂ કરવા માટે લોન લેનારાઓને લોન આપતા પહેલા બહુ ગભરાય છે. મોટાભાગની બેંક માને છે કે, વ્યાવસાયિકો રૂપિયા પરત કરવામાં આનાકાની કરે છે અને ઘણા કિસ્સામાં તો ભાગી પણ જાય છે. નાના વ્યાવસાયિકોના ડિફોલ્ટ થવાની સ્થિતિમાં રૂપિયા રિકવર કરવાનું કામ પણ ઘણું મુશ્કેલ હોય છે. ઘણા દિવસો સુધી તેની પાછળ દોડવાની સ્થિતિ પણ પેદા થાય છે.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર