26 May 2015

Whatsapp યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ.


લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅપનું પીસી વર્ઝન હાલમાં લોન્ચ કરાયુ છે. અનેક દિવસોથી વોટ્સઅપના વેબ વર્ઝનને લઇને અનેક અટકળો આવી રહી છે. વોટ્સઅપનો ઉપયોગ અનેક લોકો કરે છે. તેના ફીચર્સની જાણકારી હાલમાં મળી નથી. અહીં આપને બતાવવામાં આવી રહી છે કેટલીક ખાસ વોટ્સઅપ ટિપ્સને
કોઇપણ નંબર વિના વોટ્સઅપનો ઉપયોગ કરવો
જો તમને પહેલેથી ખબર નથી તો તમને જણાવી દેવામાં આવે છે કે વોટ્સઅપની નાની ટ્રિકથી કોઇ નંબર વિના તેને વાપરી શકાય છે. આ માટે ટ્રિક્સનો અંદાજ હોવો જરૂરી છે.
શું કરવું પડે?
– જો તમારા એન્ડ્રોઇડ ફોનમાં પહેલેથી વોટ્સઅપ છે તો તેને અનઇન્સ્ટોલ કરો.
– હવ વોટ્સઅપને ફરી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
– પોતાના ફોનની મેસેજિંગ સર્વિસને બ્લોક કરો. આ માટે ફોનને ફ્લાઇટ મોડમાં રાખો અને સાતે તમારા મેસેજિંગ સર્વિસને બ્લોક કરો.
– હવે વોટ્સઅપને ઓપન કરીને નંબર નાંખો, એવામાં વોટ્સઅપ નંબર તો એકસેપ્ટ કરશે સાથે કોઇ વેરિફિકેશન મેસેજ મોકલી શકશે નહીં.
જૂનાને બદલે નવા નંબર પર વોટ્સઅપ ચલાવવા માટે
જો તમે તમારો ફોન નંબર બદલ્યો છે અને ફોન એ જ છે તો તમે તેને રીઇન્સ્ટોલ કર્યા વિના વોટ્સઅપને નવા નંબર પર ચલાવી શકો છો. આ માટે વોટ્સઅપના સેટિંગ્સ – અકાઉન્ટ-ચેન્જ નંબર. અહીં દેખાનારા ઉપરના બોક્સમાં જૂનો નંબર અને નીચેના બોક્સમાં નવો નંબર નાંખો. આમ કર્યા બાદ ડન પ્રેસ કરો, આ બાદ તમારા નવા ફોન નંબર વેરિફાઇ કરો અને પછી આખી ચેટ હિસ્ટ્રી, ગ્રુપ્સ નવા નંબર પર આવી જશે.
આ માટે આ સ્ટેપ્સને ફોલો કરો
settings> Account> change number પર જાઓ. અહીં જૂના નંબર અને નવા નંબર બંને ભરો. આ સિવાય તમારા જૂના નંબર નવા સિમની સાથે વાપરવા ઇચ્છો છો તો વોટ્સઅપ એકાઉન્ટને કંઇ કરવાનું રહેશે નહીં.
– વોટ્સઅપના વેરિફિકેશનથી બચવા માટે યુઝર્સ તેનો ઉપયોગ નહીં કરી શકતા હોય. હવે વોટ્સઅપ તમને વેરિફિકેશનનો અન્ય રસ્તો પૂછશે. આ સમયે ‘Verify through SMS’ પર ક્લિક કરો અને તમારું ઇમેલ એડ્રેસ નાંખો. જ્યારે તમે સેન્ડ બટન પર ક્લિક કરો છો ત્યારે આ સમયે 2 સેકંડની અંદર કેન્સલ બટન પર ક્લિક કરો અને ઓથોરાઇઝેશન પ્રોસેસને બંધ કરશે.
– હવે યુઝર્સને એક અન્ય એપ સ્પૂફ ટેકસ્ટ મેસેજની જરૂર રહે છે.
– આ એપમાં કેટલીક ડિટેલ્સ ભરવાની હોય છે અને સાથે નીચે આપેલી ડિટેલ્સનો ઉપયોગ પણ કરવાનો રહે છે.
To: +447900347295
From: + (કંટ્રી કોડ)(મોબાઇલ નંબર)
Message: તમારું ઇમેલ એડ્રેસ
– જ્યારે તમે મેસેજને એક સ્પૂફ નંબરથી મોકલો છો અને સાથે તમારા મિત્રોથી આ નંબરની મદદથી કામ કરી શકો છો.
સાભાર -techgyd.com
વોટ્સઅપમાં ઓટો ઇમેજ ડાઉનલોડ બંધ કરવા
પહેલાં યુઝર્સને વોટ્સઅપની ઓટો ઇમેજ ડાઉનલોડને બંધ કરવાને માટે વોટ્સઅપ પ્લસ એપની જરૂર રહેતી હતી. હવે આના વિના એલગ એપની મદદથી તેને બંધ કરી શકાય છે. તેના માટે વોટ્સઅપના એકાઉન્ટ સેટિંગ્સમાં જઇને સેટિંગ્સ>ચેટ સેટિંગ્સ>મીડિયા ઓટો ડાઉનલોડ અને ત્યારબાદ પોતાની સુવિધા પ્રમાણે ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે. મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતી સમયે વાઇફાઇથી કનેક્ટ રહો કે રોમિંગમાં રહો ત્યારે પણ.
લાસ્ટ સીન ટાઇમને કરો હાઇડ
વોટ્સઅપ ડિફોલ્ટની રીતે તમારા લાસ્ટ સીન ટાઇમટેમ્સ બતાવે છે. તેનાથી તમારા મિત્રોને ખ્યાલ આવે છે કે તમે છેલ્લે ક્યારે વોટ્સઅપ જોયું હતું. પરંતુ હવે એક એપ છે કે જેની મદદથી તેને હાઇડ કરી શકાય છે. જો તમે આઇફોન યુઝ કરી રહ્યા હોવ તો વોટ્સઅપના સેટિંગ્સમાં જઇને સેટિંગ્સ-ચેટ સેટિંગ્સ-એડવાન્સ અને પછી લાસ્ટ સીન ટાઇમટેમ્પસ પર સિલેક્ટ કરો. જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો તો તમે થર્ડ પાર્ટી એપની જરૂર રહે છે. જેમકે ‘હાઇડ વોટ્સઅપ સ્ટેટસ’. આ એપ જ્યારે પણ તમે વોટ્સઅપ ખોલશો ત્યારે વાઇફાઇ અને ડેટા કનેક્શનને ડિસેબલ કરશે.
હાઇડ કરવાને માટે
settings> account> privacy> lastseen
વિકલ્પ પર જવાનું રહેશે. અહીં આપને અનેક ઓપ્શન મળશે. Everyone, My contacts, Nobody. તેમાં Nobody પર ક્લિક કરતાંની સાથે લાસ્ટ સીન ટાઇમસ્ટેપ્સને હાઇડ કરી દેવાશે.
iOS યુઝર્સને માટે
એપલ આઇફોન યુઝર્સને માટે લાસ્ટ સીન હાઇડ કરવાનું ફીચર પહેલેથી મળી રહે છે. આઇફોનમાં લાસ્ટસીન ટાઇમસ્ટેમ્પ દરેક યુઝર્સને એકસાથે હાઇડ કરી શકાય છે.
હાઇડ કરવાને માટે
Settings > Chat settings > Advanced>  ‘Last Seen Timestamp’ વિકલ્પ પર જાઓ. અહીં લાસ્ટ સીન ટાઇમ સ્ટેમ્પને હાઇડ કરી શકાય છે.
ઇમ્પોટન્ટ કોન્ટેક્ટના બનાવો શોર્ટક્ટસ
જો તમે તમારા વોટ્સઅપ કમ્યુનિકેશનને વધારે ફાસ્ટ કરવા ઇચ્છો છો તો આ ટ્રિક તેમાં મદદ કરી શકે છે. આ માટે તમારે ફેવરિટ કોન્ટેક્ટને એક ગ્રુપમાં સામેલ કરી લેવા અને સાથે હોમ સ્ક્રીન પર દેખાવા લાગશે, એમ કરો કે જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો તેના ફ્રેન્ડના પોપ અપ મેનુમાં જઇને એડ કર્ન્વસેશન શોર્ટકટ કરો. તમારી હોમ સ્ક્રીન પર દરેક ફેવરિટ ગ્રુપ દેખાવા લાગશે. જો તમે એપલ આઇઓએસ ફોન યુઝર છો તો થર્ડ પાર્ટીની જરૂર રહેશે જેવા કે 1 ટેપડબ્લયૂ. આ એપ તમારા ફોનમાં વોટ્સઅપ ફેવરિટ ફ્રેન્ડના શોર્ટક્ટસની સાથે સાથે ઇમેજ એડિટર અને એક્શન શેડ્યુલરના ફીચર આપે છે.
બ્લૂ ટિક્સને હાઇડ કરવી
વોટ્સઅપ પર બ્લૂટિક્સ ફીચરને હાઇડ કરવા માટેના અપડેટ પણ આવી ગયા છે. આ માટે વોટ્સઅપના લેટેસ્ટ સિક્યુરિટી વર્ઝન (2.11.444)ને ડાઉનલોડ કરવાનું રહે છે. યુઝર્સને માટે ધ્યાન રાખવાનું રહેશે કે આ વર્ઝન અધિકારિક સાઇટથી ડાઉનલોડ કરાય. ગૂગલ પ્લેથી નહીં.
આ રીતે કરો બ્લૂટિક્સને ડિસેબલ
– સૌ પહેલાં અપડેટ ડાઉનલોડ કરો.
– પોતાના ફોન પર Settings > Security > Check Unknown sources પર જઇને ગૂગલ પ્લે સિવાય થર્ડ પાર્ટી એપ્સને ઇન્સ્ટોલ કરવાની પરમીશન મળશે.
– હવે ડાઉનલોડ કરેલી apk ફાઇલને ફોનમાં ઇન્સ્ટોલ કરો.
શું કરશો ફાઇલને ઇન્સ્ટોલ કર્યા બાદ?
– વોટ્સઅપની સેટિંગ્સમાં જાઓ.
– Settings > Account > Privacy પર જઇને રિડ રિસિપ્ટ્સ ફીચરને અનચેક કરો.
વોટ્સઅપ મેસેજને લોક કરો
વોટ્સઅપના મેસેજને લોક કરવા માટે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનો રહેશે. ‘WhatsApp Lock’ નામથી આ એપને ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ પ્લે પર આ એપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપની સિવાય App Lock પણ મળી રહે છે. જે ન તો ફક્ત વોટ્સઅપ પરંતુ અન્ય એપ્લીકેશન પણ લોક કરી શકે છે. ખાસ કરીને એપની મદદથી ગેલેરી, ફોટોઝ, વીડિયોઝ, મેસેજ પર પણ પાસવર્ડને સેટ કરી શકાય છે. આ બાદ તેને ખોલવાને માટે યુઝર્સે પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપ્સ ગૂગલ પ્લે પર ફ્રીમાં મળી રહે છે.
આ એપનું એક વર્ઝન બ્લેકબેરીના યુઝર્સને માટે પણ છે. તેના માટે Lock for WhatsApp એપને બ્લેકબેરી સ્ટોર પર સર્ચ કરવાનું રહે છે
વોટ્સઅપથી શેર કરો કમ્પ્રેસ્ડ ફાઇલ્સ (ZIP, PDF, APK, EXE, RAR)
ખાસ કરીને વોટ્સઅપની સાઉન્ડ ફાઇલ્સ અને ફોટોઝને મોકલી શકાય છે. તેના માટે યુઝર્સ કમ્પ્રેસ્ડ ફાઇલ્સ (અનેક ફાઇલ્સને એક સાથે ક્લબ કરવી)ને મોકલી શકે છે.
તે માટે અપનાવો આ સ્ટેપ્સ
– ફોનમાં ડ્રોપબોક્સ અને ક્લાઉડ સેન્ડ એપને ડાઉનલોડ કરો. આ બંને એપ્સ આઇઓએસ અને એન્ડ્રોઇડ સ્ટોર્સ પર મળી રહે છે.
– ક્લાઉડ સેન્ડ એપને ખોલો, આ એપ પ્રોસેસ થતાંની સાથે તમારા ડ્રોપબોક્સનો ઉપયોગ કરવાનું કહેશે. ક્લાઉડ સેન્ડ એકાઉન્ટથી ડ્રોપબોક્સને લિન્ક કરો.
– જે ફઆઇલ્સને વોટ્સઅપથી મોકલવાની હોય તેને ક્લાઉડસેન્ડમાં અપલોડ કરો. આમ કરવાથી તમે ફાઇલ્સને ડ્રોપ બોક્સમાં ખોલશો અને સાથે તેને જોડીને ફાઇલની લિન્ક પણ મેળવી શકો છો.
– આ લિન્કને વોટ્સઅપના કોઇપણ મેસેન્જરથી મોકલો અને સાથે ફાઇલ તમારા દોસ્તો દ્વારા કોઇપણ અવરોધ વિના ડાઉનલોડ કરી શકાય છે.
વોટ્સઅપમાં જૂના મેસેજના બેકઅપ બનાવવાને માટે
જો તમે ફોન બદલવા ઇચ્છતા હોવ તે પછી ફોનને ફોર્મેટ કરવા ઇચ્છતા હોવ તો તમારા વોટ્સઅપ મેસેજ ડિલિટ થવાનો ભય રહે છે. તેના માટે વોટ્સઅપનો બેકઅપ રાખવો આવશ્યક બને છે.
મેસેજ બેકઅપ કરવાને માટે કરાશે આ કામ
* Settings > Chat Settings > Chat Backup>  Back Up Now પર ક્લિક કરો. આ શોર્ટકટ આઇઓએસ યુઝર્સને માટે છે.
એન્ડ્રોઇડ યુઝર્સને માટે
Settings > Chat settings >Backup conversations આ શોર્ટકટથી વોટ્સઅપની ફાઇલ્સ કોપી થશે નહીં. તેના માટે ફાઇલ મેનેજરમાં જઇને /sdcard/WhatsApp/Media પરથી મીડિયા ફાઇલ્સને અલગથી કોપી કરવાની રહે છે.
સાભાર: Divya Bhaskar.com