17 May 2015

બે સરસમજાના બાજ પક્ષી

એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓપાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇબીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસમજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંનેપક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેનેતાલીમ આપીને બીજા બાજપક્ષી કરતા જુદા પાડવાનું નક્કીકર્યુ.પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએએક ખાસમાણસની નિમણૂંક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમઆપવાની એ નિષ્ણાંતે શરુઆત કરી. દિવસો પસારથવા લાગ્યા. એક પક્ષી ખુબ સરસ રીતેઆકાશમાં ઉડતું હતુ. ઉડતી વખતે જાતજાતના કરતબપણ કરતુ હતુ જ્યારે બીજુ પક્ષી તો માત્રઝાડની ડાળી પર બેસી રહે.તાલીમ આપનારાએ રાજા પાસે આવીને બધી વાતકરી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇવ્યક્તિ પક્ષીને ઉડતુ કરી દેશે તેને 100સોનામહોરનું ઇનામ આપવામાં આવશે.ઘણા નિષ્ણાંતો આવ્યા. જાતજાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઉડવાનું નામજ ન લે. બધાએ કંટાળીને પ્રયાસો છોડી દીધા.એકદિવસ એક સાવ સામાન્ય જેવો દેખાતો ખેડુતરાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતુકરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી.રાજાએ કહ્યુ , " ભાઇ , આક્ષેત્રના મોટા મોટા નિષ્ણાંતો પણ આ કામકરી શક્યા નથી મને લાગે છે કે તું તારો અનેમારો બંને નો સમય બગાડે છે. " ખેડુતે કહ્યુ , "મહારાજા , મને એક તક તો આપો. " રાજાએખેડુતની વાત માન્ય રાખી.થોડા દિવસમાં પેલુ પક્ષી ખુબ સારી રીતેઉડવા લાગ્યુ. રાજા સહીત બધાને આશ્વર્ય થયુ કેપેલા ખેડુતે એવું તે શું કર્યુ કે માત્રથોડા દિવસમાં જ પક્ષીએ ઉડવાની શરુઆતકરી દીધી. કારણ જાણવા માટે રાજાએખેડુતનેદરબારમાં બોલાવ્યો.તમામ દરબારીઓ પણપક્ષીના ઉડવાનું રહ્સ્ય જાણવા માટે આતુર હતા.ખેડુતે સ્પષ્ટતા કરતા કહ્યુ , " મહારાજ , પક્ષીનેઉડતુ કરવા મેં કોઇ વિશેષ પ્રયત્ન નથી કર્યા.પક્ષી સતત એક ડાળ પર બેસી રહેતુ આથી એ ડાળસાથે એને વળગણ થઇ ગયુ હતુ. મેં એ ડાળ જકપાવી નાંખી જે ડાળ પર એ બેસી રહેતું. હવેએની પાસે ઉડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો."મિત્રો , આપણે પણ આપણા વળગણને કારણે જઉડી શકતા નથી. ક્ષમતાઓ તો આપણામાં પણ એબાજ પક્ષી જેવી જ છે પણ કોઇ નાના-મોટા સહારેબેઠા છીએ અને એટલે જ ઉડી શકતા નથી. તમેસમાજમાં એવા કેટલાય લોકોને જોયાહશે કેએની સહારારુપી ડાળી કપાવાની સાથે જસફળતાના આકાશમાં મસ્તીથી ઉડતા હોય છે.