26 May 2015

ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!

ઘણી વાર એવુ થાય છે કે મોબાઈલ ફોનમાં બેલેંસ ખત્મ થઈ જાય છે અને તમને ઈમરજંસી કૉલ કરવી હોય છે. આવા સમયે જો કોઈ મોબાઈલ રિચાર્જ કરવાની સુવિધા પણ ના હોય તો વધારે પરેશાની થઈ જાય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી , કારણ કે અમે તમને જણાવી રહ્યા છે મોબાઈલમાં બેલેંસ જીરો હોવા છતા કૉલ કરવાની ટિપ્સ.
1. એયરટેલ – જો તમારા ફોનમાં એયરટેલની સિમ છે તો આ કંપની તમને જીરો બેલેંસમાં કૉલ કરવાની સુવિધા આપે છે. એના માટે તમે તમારા મોબાઈલ ફોનમાં *141 હેશ ડાયલ કરો. નંબર ડાયલ કર્યા પછી તમારા ફોનની સ્ક્રીન પર 5 ઈમરજંસી ઑપ્શન જોવા મળશે. એમાંથી કૉલ મી બેક નો ઑપ્શન ક્લિક કરો. બસ થઈ ગયું. આવું કરવાથી કંપની તરફથી તમને 3 મેસેજ ઈમરજંસીના સમયે દરેક મહિનામાં ફ્રીમાં કોલ કરવાની સુવિધા મળી જશે.
2. આઈડિયા – જો તમારી પાસે આઈડિયાની સિમ છે તો તમે જીરો બેલેંસ થતાં મેસેજની સાથે વૉયસ કૉલ પણ કરી શકો છો. એ માટે કંપની તરફથી 4 રૂપિયાની લોન અપાય છે. આ લોન જ્યારે તમે ફોન રિચાર્જ કરાવશો ત્યારે કપાઈ જશે. આ સુવિધા લેવા તમે તમારા આઈડિયા નંબરથી *150*04# ડાયલ કરો. આવુ કરતા જ તમને 4 રૂપિયાનો લોન મળશે. બસ પછી શું કરો કૉલ કે એસ એમ એસ .
3. રિલાંયસ મારું નેટવર્ક – રિલાંયસ યૂઝર્સ પણ જીરો બેલેંસમાં કૉલ કે એસએમએસની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. આ સુવિધા માટે તમારે ACTCC લખીને 53739 પર એસ એમ એસ કરવો પડશે. આટલું કરતા જ તમને આ સુવિધા મળી જશે.
4. વોડાફોન્ જો તમે વોડાફોન સિમ યૂજ કરો છો તો કંપની બેલેંસ ખતમ થતાં તમારા કોઈ મિત્ર જેની પાસે વોડાફોનનો નંબર કે બેલેંસ આપવાની સુવિધા આપે છે. આ સુવિધા લેવા માટે તમે તમારા મોબાઈલમાં *131* એમ આર પી તમારા મિત્રનો નંબર હેશ ડાયલ કરો. જેવુ તમારા મિત્ર તરફથી કંફર્મેશન મળશે કે તમને કોલ કે મેસેજ કરવા માટે બેલેંસ મળી જશે.