27 June 2015

આપણા સૌ પાસે પણ એક ફાનસ છે !


પ્રકાશવાન વ્યક્તિત્વ જ માર્ગદર્શક બની શકે .
બે સજ્જનો હતા . તેમાનાં એક અંધ હતા . બંને
હંમેશા સાંજે મળતા .
એક દિવસની વાત છે , અંધ સજ્જન દેખતા સજ્જનને
ત્યાં ગયેલા . વાતો વાતો મા રાત પડી તેનો ખ્યાલ જ
ના રહ્યો . અંધ સજ્જન ઘેર જવા નિકળ્યા ત્યાંરે
દેખતા મિત્રે તેમને સાથે ફાનસ લઇ જવાનું કહ્યું .
અંધજને કહ્યું “ મારે અંધને ફાનસ શું કામનું ? “
“ અરે ભાઇ તમારી પાસેના ફાનસના કારણે તમારી સાથે
કોઇ અથડાશે નહીં , સાથે રાખો . “
અંધજને ફાનસ સાથે લીધું .
રસ્તામાં એક માણસ અંધ સજ્જન સાથે અથડાઇ
પડ્યો અને બરાડી ઉઠયો , “ અલ્યા આંધળો છે ?
ભાળતો નથી ? “
અંધજને કહ્યું .; “ હા ભાઇ હું તો આંધળો જ છું પણ
આપે મારું આ ફાનસ પણ ના જોયું ?
માણસે કહ્યું ઃ “ ના ભાઇ તમારી પાસેનું ફાનસ
તો હોલવાઇ ગયું લાગે છે . “
આમ મિત્રો આપણા સૌ પાસે પણ એક ફાનસ છે પણ તે
સળગતું હોય તો અને તો જ અન્યને માટે પ્રેરણાત્મક
અને માર્ગદર્શક બની શકીયે .