13 June 2015

દામ્પત્ય જીવન માટે બેસ્ટ છે યોગા




સામાન્ય રીતે પરિણીત યુગલ વચ્ચે નાના મોટા ઝઘડા થતા જ રહે છે. પરંતુ અનેક વાર આ નાના નાના ઝઘડા વધી જાય છે. બંને વચ્ચે મુશ્કેલીઓ વધે છે. તાલમેલ ઓછો થાય છે. તાલમેલની કમી બંને વચ્ચેની વ્યસ્તતાનું પરિણામ છે. પતિ હંમેશા ઓફિસના કાર્યોમાં ફસાયેલો રહે છે અને ઘરે પરત ફર્યા સુધીમાં માનસિક તણાવ અનુભવે છે. પત્ની ઘરના કાર્યોમાં ફસાયેલી રહે છે. પત્ની ઘરના કાર્યોમાં સંકળાયેલી રહે છે અને પતિ પત્ની બંને જોબ કરતા હોય તો સામાન્ય રીતે તેમની વચ્ચે ઝઘડા થતા રહે છે..

આ ઝઘડાથી કેવી રીતે બચવું ?
આમ તો આ ઝઘડાથી બચવાના અનેક ઉપાય છે અને દરેક વ્યક્તિ તેનો અમલ કરવાનું વિચારે છે. આ ઉપાયોમાંનો એક રસ્તો છે યોગ. યોગાસનનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ.
- દરરોજ યોગ કરવાથી મન શાંત રહે છે.
- કાર્ય કરવાની ક્ષમતા વધે છે.
- દિવસ દરમ્યાન શરીરમાં ઉર્જા વધે છે.
- તંદુરસ્તી પણ ઉત્તમ રહે છે.
- મન શાંત રહેશે તો તમારી અને તમારા જીવનસાથી વચ્ચે સામંજસ્ય બની રહેશે.
- ક્રોધ અનેક ઝધડાનું કારણ બને છે. જો ક્રોધને નિયંત્રણમાં લાવવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે.