3 June 2015

આ શાળાનું નામ છે " જીંદગી".

એક શાળામાં સવારની પ્રાર્થના પછી
વર્ગ શરુ થયો. શિક્ષકે આવીને સૌ પ્રથમ
વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની હાજરી
પુરી. શિક્ષક એક પછી એકના નામ ઉંચા
અવાજે બોલતા ગયા અને સામે
વિદ્યાર્થીઓ જવાબ આપતા ગયા.
ગુસ્સો ...............હાજર
ઇર્ષા...................હાજર
અહંકાર...............હાજર
સ્ટ્રેસ.....................હાજર
ડાયાબીટીસ.............હાજર
બ્લડપ્રેસર..............હાજર
વિશ્વાસઘાત.............હાજર
અસંતોષ.................હાજર
અશાંતિ...................હાજર
પ્રેમ.................પ્રેમ.................પ્રેમ...........
.....પ્રેમ હાજર છે કે નહી ?
આનંદ................આનંદ................( સાયલેન્સ)
ખુશી..................ખુશી.....................
( સાયલેન્સ)
હાજર વિદ્યાર્થીઓ પૈકી એકે ઉભા થઇને
કહ્યુ, " સર, બરાડા ન પાડો આ બધા
ગેરહાજર છે. જ્યારેથી અમે હાજર રહેવાનું
ચાલુ કર્યુ ત્યારેથી આ બધા જ ગેરહાજર
રહે છે."
મિત્રો, આ શાળાનું નામ છે " જીંદગી".
આપણી જીંદગીની પાઠશાળામાં આપણે
જ્યારથી ગુસ્સો, ઇર્ષા, અહંકાર,
સ્ટ્રેસ......વગેરેને એડમીશન આપ્યુ છે
ત્યારથી પ્રેમ, આનંદ, ખુશી આ બધા
શાળા છોડીને જતા રહ્યા છે.